અરુણાચલ પ્રદેશને રસ્તાઓ દ્વારા જોડવા માટે આ સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે
ભારત અરુણાચલ પ્રદેશમાં મોટા પાયે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે
ભારત અરુણાચલ પ્રદેશમાં મોટા પાયે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે. હવે કેન્દ્ર અહીં રોડ અને રેલ લાઇનના કામને ઝડપી બનાવશે, જે LACની નજીકના દૂરના સ્થળોને જોડવા માટે પ્રોત્સાહન આપશે.
અરુણાચલ પ્રદેશને રસ્તાઓ દ્વારા જોડવા માટે આ સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. સેલા ટનલ રોડ પ્રોજેક્ટ પણ તેમાં સામેલ છે, જે તવાંગને ગુવાહાટીથી જોડવા માટે બનાવવામાં આવ્યો છે. ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરવા માટે સમયાંતરે નિષ્ફળ પ્રયાસ કરતું રહે છે. તેને જોતા હવે ભારત સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં ચીને પોતાના નકશામાં અરુણાચલ સાથે સંબંધિત સ્થળોના નામ બદલી નાખ્યા હતા. જો કે, આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો અને તેને સદંતર ફગાવી દીધો હતો.
સેલા ટનલ પ્રોજેક્ટ ગેમચેન્જર સાબિત થશે
અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલ પ્રોજેક્ટ માટે ખોદકામ આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થયું હતું. સેલા ટનલ વિશ્વની સૌથી મોટી ડબલ લેન ટનલ હશે જે 13 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ બાંધવામાં આવશે. ચીનને અડીને આવેલા અરુણાચલ પ્રદેશમાં આ ટનલ ટૂંક સમયમાં તવાંગ સેક્ટરના આગળના વિસ્તારોમાં જવાનોને મદદ કરવા માટે ગેમ ચેન્જર સાબિત થશે.
સેલા ટનલ પ્રોજેક્ટ શા માટે મહત્વપૂર્ણ છે?
સેલા પાસ સરહદ પાસેથી ચીનીઓને સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સ્થિતિમાં હાઇ ડેફિનેશન રડાર અને દૂરબીનની મદદથી તે અહીં ભારે ટેન્ક તેમજ સેનાની હિલચાલને સરળતાથી ટ્રેક કરી શકે છે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે 1,555 મીટર લાંબી ટનલનો સમાવેશ થાય છે, જે ચીનને ટ્રાફિકની હિલચાલ પર નજર રાખવાથી અટકાવશે.