લગભગ પાંચ મહિના બાદ બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો
તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં આ પ્રકારની રેસનું આયોજન થતું જોવા મળે છે
તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં જલ્લીકટ્ટુ, કમ્બાલા અને બળદગાડાની રેસને મંજૂરી આપતા કાયદાઓની બંધારણીયતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 8 ડિસેમ્બર, 2022 ના રોજ, બંધારણીય બેંચે આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે લગભગ પાંચ મહિના બાદ બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જલ્લીકટ્ટુ, કમ્બાલા અને બળદગાડાની રેસને કાયદેસર માન્યતા યથવાત રાખી છે.
જલ્લીકટ્ટુ, જેને ઇરુથાઝુવુથલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું આયોજન પોંગલમાં પાકની લણણી વખતે રમતી આખલા સાથે રમતી રમત છે.
પાંચ જજોની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચુકાદાને સમર્થન આપ્યું
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચુકાદામાં મહારાષ્ટ્રમાં બળદગાડાની રેસની માન્યતાને સમર્થન આપ્યું હતું. પાંચ જજોની બેન્ચના અન્ય જજોમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ સામેલ હતા.