અભિનેત્રી નુસરત ભરૂચા લેટેસ્ટ સેલિબ્રિટી છે, જેણે નીપોટીઝમ વિશે ચર્ચા કરી છે. જ્યારથી અભિનેતા સુષાંત સિંહ રાજપૂતનું અવસાન થયું છે ત્યારથી બૉલીવૂડમાં નીપોટિઝમના વિવાદોની હવા ફૂંકાતી જ રહે છે. કેટલાય સ્ટાર્સ ને નવોદિતો સ્ટાર કિડ્સ વિશે અને નિર્માતા-દિગ્દર્શકો વિશે વિવાદાસ્પદ બોલીને હોબાળો કરે છે.એવામાં અભિનેત્રી નુસરત પણ આ વિશે થોડીક ટીપ્પણીઓ કરી રહી છે. તે પોતે ફ્લ્મિી બૅકગ્રાઉન્ડમાંથી નથી આવી. આથી તેને પણ ફિલ્મો મેળવવા ને આગળ વધવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.જોકે, તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક સ્થાન જાતે બનાવી લીધું છે. તે મહેનત કરવામાં માને છે. તે કહે છે, શું ઇન્ડસ્ટ્રીની અંદરના લોકો કામ કરવા આવે છે તેમને સંઘર્ષ કરવો પડે છે? આ જાદુઇ નગરી છે અને તેમાં હજારો લોકો કામ કરવા આવે છે, પણ જેમના નસીબ બળીયા હોય તે લોકો ચમકી જાય છે.નુસરત કહે છે, મારા માટે સંઘર્ષ એ જ મારું લક છે. હું ક્યારેય એ વાતની ફરિયાદ નથી કરતી કે હું આઉટસાઇડર છું. આથી હું સખત મહેનત કરીને સફળતા મેળવવા માગું છું, સ્ટાર કિડ્સની ટીકા કરીને, નિર્માતાઓ પર આરોપો મૂકીને હું ફિલ્મો મેળવવા નથી માગતી. મેં ફ્લ્મિો મેળવવા માટે કેટલાય ઑડિશન્સ આપ્યાહતા અને કેટલીયે વાર રીજેક્ટ થઇ હતી. મારી પાસે મારો પોર્ટફોલિયો પણ નહોતો, જ્યારે હું ઑડિશન આપવા જતી.હું અહીં મુંબઈમાં આવી ત્યારે મારી પાસે ગ્લાસિસ, જીન્સ, ટી-શર્ટ અને ચપ્પલ હતા. મને લાગતું હતું કે તેઓ હું અભિનેય કેવો કરું છું તેના પર જ લોકો ધ્યાન આપશે. હું કેવી લાગું છું તે નહીં જુએ, એમ તે કહે છે.
નુસરતે ૨૦૦૬માં ‘જય સંતોષી મા’ ફિલ્મથી પદાર્પણ કર્યું હતું. પછી લવ રંજનની પ્યાર કા પંચનામાથી ૨૦૧૧માં ખ્યાતિ મેળવી. ૨૦૧૮માં તે ફરી લવ રંજનની જ ફિલ્મ સોનુ કે ટિટુ કી સ્વીટીમાં આવી. તેમાં તેને વધુ લોકપ્રિયતા મળી. ૨૦૨૦માં તેણે કરેલી હંસલ મહેતાની ફિલ્મ છલાંગ રજૂ થઇ હતી જે સફળ થઇ હતી. હવે તે ‘છોરી’, ‘જનહિત મેં જારી’, ‘ગૂગલી’ અને ‘હરડંગ’ ફિલ્મોમાં આવી રહી છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજારો લોકો કામ માટે આવે, પણ કંઇ તે દરેકમાં દમ હોય જ કે તેઓ કલાકાર હોય જ તે બાબતમાં જરા પણ તથ્ય નથી.ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળ અને લોકપ્રિયતા ને ફડિયા મેળવવાની બધાને ઇચ્છા હોય છે, પણ તેમનામાં તે મેળવવાની ગુણવત્તા હોય છે ખરી? તે કોઇ વિચારતું નથી ને ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીની ખાલી ટીકા કરવાથી કે પોતાના નસીબને દોષ દેવાથી કંઇ સફળતા ના મળે. તેના માટે મહેનત, આવડત, પ્રતિભા બધું જ હોવું જરૂરી છે. એમને એમ કંઈ લાડવા ન મળે. તમને કામ કરતા આવડે તો મળે. નહીં તો ખાલી દેખાવ કે ઇચ્છા હોવાથી કંઇ ના વળે. નહીં તો દરેક લોકો બોલિવૂડમાં કામ કરતા હોત. એવું જ નુસરત વિશે કહી શકાય. તે પોતાના જોરે સફળતા મેળવવા માગે છે. તેને સ્ટાર કીડ્સ કે કોઇ પણ વ્યક્તિ પ્રત્યે કોઇ ફરિયાદ નથી. તે તેમના નસીબનું ખાય છે અને હું મારા નસીબનું, એમ તેના વિચારો છે.