ડ્રગ્સ કેસનો ‘માસ્ટર માઈન્ડ’ અને આર્યન સાથે સેલ્ફી લેનાર કિરણ ગોસાવી મંત્રી કિરીટસિંહને મળ્યા હતા

0
33
વડોદરાના અક્ષય નામની વ્યક્તિને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો છેસુનીલ પાટીલ મુજબ તે અને ભાજપના નેતા મનીષ ભાનુશાળી 22 અને 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં હતા.
વડોદરાના અક્ષય નામની વ્યક્તિને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો છેસુનીલ પાટીલ મુજબ તે અને ભાજપના નેતા મનીષ ભાનુશાળી 22 અને 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં હતા.

અમદાવાદ : મુંબઈના ક્રૂઝ અને આર્યન ખાન ડ્રગ્સકાંડમાં દિવસે ને દિવસે નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. તાજેતરમાં મુંબઈ ભાજપના નેતા મોહિત કંબોજે, જે સુનીલ પાટીલને ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડ કહ્યો છે તેણે મીડિયા સમક્ષ સ્ફોટક ખુલાસાઓ કર્યા છે. તેના આ ખુલાસાઓને કારણે સમગ્ર ડ્રગ્સકાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. માત્ર એટલું જ નહીં, આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં વનમંત્રી કિરીટ રાણા સાથે સુનીલ પાટીલ અને કિરણ ગોસાવી પણ જોવા મળ્યા છે. સુનીલ પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને કિરણ ગોસાવી ગુજરાતના મંત્રી કિરીટ રાણાને પણ મળ્યા હતા તેમજ વડોદરાના અક્ષય નામની વ્યક્તિને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો છેસુનીલ પાટીલ મુજબ તે અને ભાજપના નેતા મનીષ ભાનુશાળી 22 અને 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં હતા. આ સમયે જ તેની કિરણ ગોસાવી સાથે મુલાકાત થઈ હતી. કિરણ ગોસાવી અમદાવાદની નોવોટેલ હોટલમાં રોકાયો હતો. સુનીલ પાટીલની વાતચીતમાં મનીષ ભાનુશાળીના ખાસ મિત્ર ધવન ભાનુશાળીનો પણ ઉલ્લેખ કરે છે. ઉલ્લેખનીય છે કે સુનીલ પાટીલે જે જે લોકોનાં નામ લીધાં છે તેમાંથી મોટા ભાગના લોકોનું ગુજરાત કનેક્શન છે.મનીષ ભાનુશાળી સાથેની મુલાકાત અંગે વનમંત્રી કિરીટસિંહ રાણાએ કે તે આવ્યો હોય તો ભલે, મનીષ ભાનુશાળી મને ડોમ્બિવલી ચૂંટણીમાં ગયા હતા ત્યારે મળ્યો હતો. અમને બધાને આ ઈલેક્શન આવ્યું ત્યારે મૂક્યા હતા. ચૂંટણીમાં ગયા હોય એટલે પરિચયમાં આવ્યા હોય. મને ખબર નહોતી કે તેની સાથે કોણ કોણ હતા. નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ તેઓ મને મળવા આવ્યા હતા.