તરુણ પ્રભુનું એમએક્સ પ્લેયરના હે પ્રભુ 2 પર #લાઈફકેલોચે સાથે પુનરાગમન

0
123
આ સોશિયલ મિડિયા ઘેલા યુવાનની ભૂમિકા ભજવવાની મજા આવી રહી છે. મને લાગે છે કે બધા પોતાને તેની સાથે જોડે છે અને આ બહુ સારી વાત છે.
આ સોશિયલ મિડિયા ઘેલા યુવાનની ભૂમિકા ભજવવાની મજા આવી રહી છે. મને લાગે છે કે બધા પોતાને તેની સાથે જોડે છે અને આ બહુ સારી વાત છે.

રજત બરમેચા ફરી તરુણ પ્રભુની ભૂમિકામાં જોવા મળશે અને આ 10 એપિસોડની સિરીઝ 26 માર્ચથી જોઈ શકાશે

મુંબઈ: સોશિયલ મિડિયા ગુરુ, પરફેક્ટ ઓનલાઈન હાજરી અને ગૂંચભરી એન્ટિટી ઓફફલાઈનઃ તરુણ પ્રભુએ તેના હેપ્પી ગો લકી વલણ છતાં ગૂંચભર્યા જીવન સાથે એમએક્સ ઓરિજિનલ સિરીઝ હે પ્રભુની સીઝન 1માં ધૂમ મચાવી હતી. બહુપ્રતિક્ષા પછી તેની બીજી સીઝનું ટ્રેલર બહાર આવ્યું છે. જોકે હવે આ ટૂ-કૂલ-ફોર- સ્કૂલ સોશિયલ મિડિયા યુવાન 10ગણી સમસ્યાઓ સાથે પાછો આવી રહ્યો છે.તરુણના ઓએમજી અવસરો, પછી તે ઓફિસના લફડા હોય, સંબંધોમાં દગો હોય, ફેમિલીમાં લોચા હોય કે તેની અંગત સમસ્યાઓ 4 મિની ટ્રેલર સાથે દર્શકો માટે રજૂ કરવામાં આવી હતી અને તેના #લાઈફકેલોચે ના આ લફડાઓને મેઈન ટ્રેલરમાં એકત્ર વણી લેવામાં આવ્યા છે, જે તમને આ તો અમે જ છીએ એવું કહેવા માટે પ્રેરિત કરીને રહેશે. આપણા જીવનમાં અમુક તબક્કે આપણે આમાંથી એક કે વધુ સમસ્યાઓમાંથી પસાર થતા હોઈએ છીએ અને દેશભરના દર્શકો સાથે તે સુમેળ સાધે છે.લાઈફ ડ્રામેડીની આ મોજમસ્તીભરી સીઝનમાં તરુણ કાર્યસ્થળે નવા રિપોર્ટિંગ મેનેજર, પ્રેમમાં ગૂંચ, પેરન્ટલ સમસ્યાઓ સાથે ઝઝૂમતો જોવા મળે છે અને પહેલી વાર બહાર નીકળે છે, જે દરેકને વિચારતાં કરી મૂકે છે- હે પ્રભુ!રજત મરમેચા તરુણ પ્રભુની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેની સાથે પારુલ ગુલાટી, અચિંત કૌર, જસમીત સિંહ ભાટિયા, સોનિયા અયોધ્યા, પ્રિયંકા તાલુકદાર, રિતુરાજ સિંહ, ગ્રુષા કપૂર, દેવ દત્ત, આશિષ ભાટિયા, રાજ ભણસાલી અને નેહા પાંડા છે.શોની બીજી સીઝન વિશે બોલતાં રજત બરમેચા કહે છે, તરુણ એવું પાત્ર છે, જે ખરેખર મારે માટે મોજમસ્તીભર્યું છે. મને સમસ્યાગ્રસ્ત છોકરો, જે પરિવારમાં ઊછરવા સાથે તેમની અપેક્ષાઓમાં પાર ઊતરવા સંઘર્ષ કરે છે છતાં અપરિપક્વ છે તેવા આ સોશિયલ મિડિયા ઘેલા યુવાનની ભૂમિકા ભજવવાની મજા આવી રહી છે. મને લાગે છે કે બધા પોતાને તેની સાથે જોડે છે અને આ બહુ સારી વાત છે. આ સીઝન નિશ્ચિત જ 10ગણી વધુ મોજમસ્તીભરી અને નાટકીય રહેશે.પારુલ ગુલાટી કહે છે, પુખ્ત બનવું તે કેટલું મુશ્કેલ છે એ તમને કોઈ નહીં કહી શકે. મારા અનુભવે મને શીખવ્યું છે કે તમારા ચહેરા પર આજે સખત દબાણ છે અને મને આ શોનો હિસ્સો બનવાની ખુશી છે, કારણ કે તે યુવાનોની સમસ્યા વધારતી નથી, પરંતુ સામાન્ય બનાવે છે. હું દરેકમાં ઉત્કૃષ્ટતા પર ભાર આપું છું અને મારું પાત્ર અરુણિમા સાથે ઉત્તમ સુમેળ સાધે છે. તે સંબંધોમાં પરિપક્વ લાગે છે અને તરુણ તેને સાથે સુમેળ સાધી શકતો નથી.અચિંત કૌર કહે છે, હે પ્રભુ 2 જીવનમાં બધા જ કમસેકમ એક વાર ભોગવે તે સમસ્યા વિશે બોલે છે અને બોસ લેડી મીતાની ભૂમિકા ભજવવાની ખુશી થઈ રહી છે. આ સીઝનમાં તે બદલાતા સમય સાથે પોતાને શાંત રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે અને તરુણ તેના કાજમાં તેને મદદ કરતો નથી એવું તેને લાગે છે. રજત અને આ ક્રુના અન્ય સભ્યો સાથે શૂટિંગ મજેદાર અનુભવ રહ્યો છે અને મને આશા છે કે અમારી ઓફફલાઈન જોડી સ્ક્રીન પર ઉત્તમ રીતે સધાઈ છે અને દર્શકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.અભિષેક ડોગરા દ્વારા દિગ્દર્શિત આ હળવીફૂલ એમએક્સ ઓરિજિનલ સિરિઝના સર્વ એપિસોડ 26મી માર્ચથી મફતમાં જોઈ શકાશે. ફક્ત એમએક્સ પ્લેયર પર.