‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર જોખમ આવી શકે છે

0
13

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો, ભેજ અને બીજું ઘણું બધું મહેસુસ થવા લાગે છે. એપ્રિલમાં જ ગરમીએ પોતાનું આકરું સ્વરૂપ બતાવી દીધું છે. ગરમી ભલે ગમે તેટલી વધી જાય પણ આખો દિવસ AC ચાલુ રાખીને ઘરમાં બેસી શકતા નથી, બહાર નીકળવું જ પડે છે અને બહાર નીકળતાની સાથે જ લૂ નો સામનો કરવો પડશે. જે લોકો લૂ ની સમસ્યાને હળવાશથી લે છે, તેમને જણાવી દઈએ કે જો બહાર નીકળતા સમયે બેદરકારી દાખવવામાં આવે ને લૂ લાગી જાય તો તે મોતનું કારણ પણ બની શકે છે. દર વર્ષે હીટવેવના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.

  • દિલ્હીમાં 29 એપ્રિલે તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું.
  • ગુરુગ્રામમાં ૨૮ એપ્રિલે ૪૫.૬ ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો.
  • મધ્ય પ્રદેશમાં ખજુરાહો અને નાગાંવમાં પારો 45.6 ડિગ્રીએ પહોંચી ગયો છે.
  • યુપીના પ્રયાગરાજમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
  • મહારાષ્ટ્રમાં અકોલામાં 45.4 ડિગ્રી અને બ્રહ્મપુરીમાં 45.32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
  • મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 18 રાજ્યોના 20થી વધુ શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
  • શરીર ઝડપથી થાક અનુભવશે.
  • દુખાવો અને શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે.
  • શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે.
  • ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ થઈ શકે છે.
  • હા, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના ડોક્ટર શરદ શેઠના જણાવ્યા અનુસાર તાપમાનમાં વૃદ્ધિ થાય તો તેની સીધી અસર માનવ શરીર પર પડે છે. જેમ-જેમ તાપમાન વધે છે તેમ-તેમ શરીરની ગરમી વધવા લાગે છે. ગરમીનો અનુભવ થાય એટલે શરીરના જુદા-જુદા ભાગોમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ પર પણ તેની અસર થવા લાગે છે. શરીરના દરેક અંગને કામ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેનાથી મગજ, હૃદય, લીવર, કિડનીને નુકસાન થાય છે. ગરમીની સૌથી વધુ અસર કિડની પર પડે છે, કારણકે શરીરમાં પાણીની કમીના કારણે પેશાબ બંધ થઈ જાય છે. આ રીતે મૃત્યુ પણ થઈ શકે છે.