વેબ સીરિઝ ‘તાંડવ’નો ચોમેરથી ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ આ મામલે એમેઝોન પ્રાઇમ વીડિયો પાસેથી ખુલાસો માંગ્યો છે. દેવતાઓનું અપમાન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ આ વેબ સીરિઝ વિરુદ્ધ અનેક ફરિયાદ થતાં એમેઝોનને નોટિસ મોકલાઈ હતી. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘મંત્રાલયે ફરિયાદોને ધ્યાનમાં લઈને એમેઝોન પ્રાઇમ વીડિયોને એ બાબતે ખુલાસો કરવા જણાવ્યું છે.’
ભાજપના એમપી મનોજ કોટકે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને ‘તાંડવ’ પર બૅન મૂકવાની અપીલ કરી હતી. અન્ય રાજકારણી, ભાજપના એમએલએ રામ કદમે પણ આ વેબ સીરિઝના ડિરેક્ટરને ભગવાન શિવનું અપમાન કરતો ભાગ આ વેબ સીરિઝમાંથી હટાવવા જણાવ્યું હતું.
પોલિટિકલ ડ્રામા ‘તાંડવ’માં સૈફ અલી ખાન, મોહમ્મદ ઝીશાન અય્યુબ, ગૌહર ખાન અને તિંગ્માશુ ધુલિયા લીડ રોલ્સમાં છે. ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે એને ડિરેક્ટ અને પ્રોડ્યૂસ કરી છે જ્યારે ‘આર્ટિકલ 15’ માટે જાણીતા ગૌરવ સોલંકીએ આ વેબ સીરિઝને લખી છે.આ વેબ સીરિઝના એક સીન અને ડાયલોગને લઈને સોશિયલ મીડિયા પર ઓડિયન્સે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં આ વેબ સીરિઝના પહેલાં એપિસોડમાં ઝીશાન અય્યુબ યુનિવર્સિટીના ફંક્શનમાં ભગવાન શિવના વેશમાં જોવા મળે છે.
જેમાં મંચ પર એક વ્યક્તિ ઝીશાનને કહે છે કે, ‘પ્રભુ કંઇક કરો, રામજીના ફોલોઅર્સ સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યા છે. મને લાગે છે કે, આપણે પણ સોશિયલ મીડિયા માટે કોઈ સ્ટ્રેટેજી બનાવી લેવી જોઈએ.’ જે બાબતે ભગવાન શિવના સ્વરૂપમાં જોવા મળતો ઝીશાન કહે છે કે, ‘શું કરું, નવો ફોટોગ્રાફ મૂકું?’
લખનૌમાં એફઆઈઆર દાખલ થઈઆ વેબ સીરિઝના વિવાદના સંબંધમાં લખનૌમાં એમેઝોન પ્રાઇમના ઓરિજિનલ કન્ટેન્ટના ઇન્ડિયા હેડ અપર્ણા પુરોહિત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં આ સીરિઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યૂસર હિમાંશુ ક્રિષ્ના મેહરા અને રાઇટર ગૌરવ સોલંકી તેમજ અન્ય કેટલાંકનાં પણ નામ છે. તેમના પર ધાર્મિક લાગણીઓનઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અયોધ્યાના સંતોએ પણ વિરોધ કર્યોઅયોધ્યાના સંતોએ પણ ‘તાંડવ’નો ખૂબ વિરોધ કર્યો છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે આ વેબ સીરિઝ પર બૅન મૂકવાની અને એના એક્ટર્સની વિરુદ્ધ એક્શન લેવાની ડિમાન્ડ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ વેબ સીરિઝે ભગવાન રામ અને ભગવાન શિવનું અપમાન કર્યું છે. એણે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.’ચાલો, તેમને રિયલ ‘તાંડવ’ બતાવીએ
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે, ‘તમે એક ‘તાંડવ’ પર બૅન મૂકશો તો તેઓ વધુ દસ ‘તાંડવ’ બનાવશે. ચાલો, આપણે બધા ભગવાન શિવ બનીને તેમને રિયલ ‘તાંડવ’ બતાવીએ.’કિંમત ચૂકવવા તૈયાર રહો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક સલાહકારે ‘તાંડવ’ના મેકર્સને ખુલ્લી ચેતવણી આપી છે. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર શલભ મણી ત્રિપાઠીએ અલી અબ્બાસ, સૈફ અલી ખાન અને ઝીશાન અય્યુબને ટેગ કરીને એક ટ્વીટ કર્યું હતું કે, ‘’
ત્રિપાઠીએ એક અન્ય ટ્વીટમાં એમ પણ લખ્યું હતું કે, ‘યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં લોકોની લાગણીઓની સાથે રમવામાં આવે એ સહન કરવામાં નહીં આવે. ‘તાંડવ’ની સમગ્ર ટીમની વિરુદ્ધ એક ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ માટે તૈયાર રહો.’