Friday, January 24, 2025
HomeGujaratAhmedabadનર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૫૦ મીટરે પહોચી

નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૫૦ મીટરે પહોચી

Date:

spot_img

Related stories

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...
spot_img

અમદાવાદ, તા.૬
રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી હાલ ૧૨૭.૫૦ મીટર ઉપર પહોંચી ગઇ છે અને પાણીની આવક હજુ પણ ૭૨,૯૬૪ ક્યુસેક થઇ રહી છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક અને જળસપાટી વધતાં રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને અને છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટી ૬ મીટર જેટલી વધી છે. આ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષે પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર ૪૬.૨૦ એમસીએમ હતો તેની સામે આ વર્ષે ૨૬૩૯ એમસીએમ લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ ૪.૫ મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર ૪૫૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે. હાલ પાણીની સપાટી ૧૨૭.૪૩ મીટર છે, ગત વર્ષે માત્ર ૧૧૧.૦૩ મીટર જ હતી. ૨૦૧૭માં નર્મદા ડેમના ગેટ બંધ થયા બાદ ઓવરફ્‌લો બંધ થયો હતો. નહીંતર આ વર્ષે ડેમ ૬ મીટરથી ઓવરફ્‌લો થયો હોત અને લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી ગયું હોત. સરકારની ઈચ્છા હતી કે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય, જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ ફાયદો થશે. જોકે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થઇ છે. ખેડૂતઆલમમાં ડેમની જળસપાટી વધતાં ખુશીની લાગણી પ્રસરી છે.

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here