નાસ્તો લેવા ઊતર્યો હતો બસ ડ્રાઈવર, 10 કરોડનો માલિક બની ઘરે પાછો ફર્યો! જાણો શું છે કિસ્સો

0
4

કરોડપતિ બન્યા બાદ સ્ટીવની આંખોમાં આંસુ આવી ગયા હતા

પૈસાનો ઉપયોગ પરિવારની લાઈફસ્ટાઈલ સુધારવા માટે કરશે

નસીબ ક્યારે ચમકી જાય તે કહેવું મુશ્કેલ છે. હવે આ બસ ડ્રાઇવરને જ જુઓ, જે નાસ્તો લેવા ગયો અને 10 કરોડનો માલિક બનીને પરત ફર્યો. કરોડપતિ બન્યા પછી ડ્રાઈવરની ખુશીનો પાર ન રહ્યો હતો. તેણે જણાવ્યું કે તે આ પૈસાનો ઉપયોગ તેની અને તેના પરિવારની લાઈફસ્ટાઈલ સુધારવા માટે કરશે.

એક ઝાટકે બન્યો 10 કરોડથી વધુ રકમનો માલિક

બ્રિટનના લેસ્ટર શહેરનો આ મામલો છે. જ્યાં 51 વર્ષીય બસ ડ્રાઈવર કરોડપતિ બન્યો હતો. આ બસ ડ્રાઈવરનું નામ સ્ટીવ ગુડવિન છે. હાલમાં જ તે પ્રવાસ દરમિયાન એક નાસ્તાની દુકાનની બહાર રોકાયો હતો. નાસ્તો આવવામાં સમય લાગી રહ્યો હતો, તેથી તેણે સમય પસાર કરવા માટે નજીકની દુકાનમાંથી નેશનલ લોટરીની ટિકિટ ખરીદી હતી. પાછળથી ખબર પડી કે તેણે 10 લાખ પાઉન્ડ (આશરે 10 કરોડ, 25 લાખ રૂપિયા)ની લોટરી જીતી છે.

સ્ટીવના આંખોમાં આંસુ આવી ગયા

સ્ટીવે કહ્યું કે મારી લોટરીની ટિકિટ પરનો નંબર 73 હતો. હું આટલી મોટી રકમ જીતીશ એવી અપેક્ષા ન હતી. પરંતુ જ્યારે તેણે લોટરી ઓફિસના કર્મચારીઓનો સંપર્ક કર્યો તો તેને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે આ નંબરની લોટરી લાગી ગઈ છે. આ રીતે સ્ટીવ એક જ ઝાટકે 10 કરોડથી વધુનો માલિક બની ગયો. તે ભાવુક થઇ આંખોમાં આંસુ સાથે બસ ચલાવી ઘરે જવા રવાના થઇ ગયો. સ્ટીવનું કહેવું છે કે તે આ પૈસાથી પહેલા નવું ઘર ખરીદશે. ત્યારપછી તે પોતાના પાર્ટનરને વિદેશ પ્રવાસ પર લઈ જશે. સ્ટીવ હજુ પણ ડ્રાઈવરની નોકરી કરી રહ્યો છે.