દિલ્હીમાં આજે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. ગત કેટલાંક દિવસોથી આ બ્રિજ ચર્ચામાં છે. દિલ્હીવાસીઓ આ બ્રિજ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ આ બ્રિજ પર ટ્વીટ કરતાં એક એવી ભૂલ કરી જેનાથી તે ટ્રોલ થઈ ગઈ. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના કામની પ્રશંસા કરવા માટે બ્રિજની અનેક તસવીરો ટ્વીટ કરી. આ તસ્વીરોમાંથી એક તસવીર નેધરલેન્ડના બ્રિજની છે.
ટ્વીટ કરી ભાજપે સાધ્યું નિશાન
– AAPની આ ભૂલને ભાજપે પકડી લીધી. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ બગ્ગાએ ટ્વીટ કરતાં આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા.
– બગ્ગાએ લખ્યું કે, “અરવિંદ કેજરીવાલ સાહેબ વિકાસ કર્યો હોત તો નેધરલેન્ડનો ઈરાસ્મસ બ્રિજનો ફોટો ચોરવાની જરૂર ન પડત. આ રહી તેની લિંક જ્યાંથી તમે તસવીર ચોરી છે. ખેર ચોરી-કૌભાંડ તો તમારી ફિતરતમાં છે.”
–
– તો બીજી તરફ બગ્ગાએ તેમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીએ આજે દરેક પ્રમુખ અખબારમાં પૂરાં પેજની જાહેરાત આપી છે અને ત્યાં પણ સિગ્નેચર બ્રિજની જે તસવીર છપાઈ છે તે પણ અસલી તસવીરથી અલગ છે.
કપિલ મિશ્રાએ પણ કર્યો હુમલો
– આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ પણ સિગ્નેચર બ્રિજ પર પોતાના કાર્યકાળમાં કામ કરવાનો દાવો રજૂ કર્યો.
– કપિલે કહ્યું કે જ્યાં સુધી મંત્રી હતા 98 ટકા કામ પૂરું થઈ ગયું હતું અને તે બાદ મનીષ સિસોદિયાએ માત્ર 2 ટકા કામ જ પૂરું કરવામાં બે વર્ષ લગાવ્યાં.