અયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે મંદિર

0
39
"NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2

રામ મંદિર નિર્માણને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંતોની બે દિવસીય બેઠક શનિવારથી શરૂ થઈ. આ દરમિયાન રામજન્મ ભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાન્તીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ ડિસેમ્બરથી શરૂ થઈ જશે. જે કોઈ પણ અધ્યાદેશ વગર અંદરોદરની સમજૂતીથી થશે. અયોધ્યામાં રામ મંદિર અને લખનઉમાં મસ્જિદનું નિર્માણ થશે.

રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલાં એક સવાલ પર યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે, “જો કોર્ટથી આ મામલે મોડું થયું તો સંસદમાં આ અંગેનું બિલ આવશે. તે આવવું પણ જોઈએ. રામ જન્મભૂમિ પર રામનું મંદિર નહીં બને તો કોનું બનશે? સંતો, રામ ભક્તોએ સંકલ્પ લીધો, હવે રામ મંદિરમાં મોડું નહીં, મને લાગે છે કે આ વર્ષે આ અંગેના શુભ સમાચાર મળશે.”

1992ની જેમ ટાળવાના પ્રયાસો કરે છે કોર્ટ- રામ માધવ

– ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 1992ના પહેલાંની ન્યાયિક પરિસ્થિતોએ ફરીથી બની રહી છે. તે સમયે રામ મંદિર નિર્માણને લઈને ટાળવાની વાત થઈ હતી. જેના કારણે તે સમયે કેટલાંક એવા પરિણામો આવ્યાં જેની અનેક રીતે વ્યાખ્યા કરી શકાય છે. તેવી જ રીતે ફરી મોડું અમારા ધર્મમાં સુપ્રીમ કોર્ટના માધ્યમથી થઈ રહી છે. આ રાજકીય મુદ્દો નથી. પહેલાં સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં આ મામલે અલગ બેંચ દ્વારા સુનાવણીની વાત કરી હતી. હું જાણું છું કે સુપ્રીમ કોર્ટના પોતાના અલગ મુદ્દાઓ હોય શકે છે. હવે જાન્યુઆરીથી આ મામલામાં સુનાવણીની વાત કરે છે. જેનાથી હિંદુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. RSSએ તે વાતને લઈને જ પોતાનો પક્ષ રાખ્યો છે.

"NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2
“NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2