વડોદરા શહેરમાં સ્વર્ણ ભારત પીપલફોર હ્યુમિનિટી એનિમલ્સ એન્ડ એનવાયરમેન્ટ સંસ્થા દ્વારા “પાણી બચાવો, પૃથ્વી બચાવો”ના સૂત્રો સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન જાગૃતિ પદયાત્રા ગાંધી ગૃહથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. સમગ્ર પદયાત્રામાં ૨૦૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
જન જાગૃતિ પદયાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં બદલાઈ રહેલા ઋતુ ચક્ર તેમજ હવામાનના કારણોની જાણકારી વિધાર્થીઓને મળે અને તેઓ પાણી બચાવે તેમજ વધુ વૃક્ષો વાવે તે બાબતનું ખાસ ધ્યાન રાખી યાત્રાનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પાણી બચાવવા તેમજ વૃક્ષો વાવવાનો સંદેશો આપતા પ્લે કાર્ડ સાથે પદયાત્રામાં જોડાયા હતા. વાયુ પ્રદુષણ તેમજ વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલ વધારાને રોકવા માટેના પ્રયાસો શરૂ કરવા, પાણીને બચાવવા, ભૂગર્ભ જળને રિચાર્જ કરવા તેમજ વધુ વૃક્ષો વાવીને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.