(જી.એન.એસ.)પાટણ,તા.૨૦
લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસે એટલે કે આજે ૨૧ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો એ પછી ર૩મીમે મતદાન માટે તેઓ રરમી એપ્રિલે રાતે રાજભવનમાં રોકાણ કરવાના છે. તેમની આ રાત્રિરોકાણ અને મતદાન માટેના તેમના કાર્યક્રમને લઇને તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
આજે સવારે ૯ વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને પાટણમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જાડાશે એવી ધારણા છે.
ગાંધીનગરમાં એસપી. એનડીઆરએફના અધિકારીઓ સહિતના પદાધિકારીઓની બેઠક મળી છે. મહત્વનુ છે કે આજે સાંજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય પહેલા મોદી ઉત્તર ગુજરાતમાં સભા સંબોધિત કરશે. પીએમ મોદી પાટણમાં સભા ગજવશે. જે બાદ ૨૨ એપ્રિલે સાંજે અમદાવાદ આવી રાજભવનમાં રોકાણ કરશે. અને ૨૩ એપ્રિલે ગાંધીનગર બેઠક માટે રાણીપમાં મતદાન કરશે.