સામગ્રી
બાફેલા બટાટા – 400 ગ્રામ (છૂંદી નાખવા)
ચોખ્ખું ઘી – 250 ગ્રામ
રાજગરાનો લોટ – 400 ગ્રામ
ખાંડ – સ્વાદ મુજબ
૨ ચમચી કાજુ
૪/૫ એલચી વાટેલી
૨ ચમચી બદામની કતરણ
રીત
બટાટા બાફીને એને છુંદીને માવો બનાવવો. બટાટાને હથેળીના ભારથી બરાબર છૂંદીને લીસા બનાવી દેવા અને એની અંદર કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું. એક વાસણમાં ઘી ગરમ કરીને એમાં બટાટાનો માવો નાખીને ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે સોતે કરવું. બરાબર ગરમ થઈ વરાળ નીકળવા લાગે એટલે એમાં ખાંડ, એલચી, કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરવું. આ પૂરણને બાજુમાં ઠરવા માટે મૂકી દેવું.
ઉપરનું પડ બનાવવા માટે રાજગરાના લોટમાં એક ચમચી તેલ નાખી સરસ પોચો અને મુલાયમ લોટ બાંધવો. જરૂર પ્રમાણે પાણી રેડવું. લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે. હવે સરખા ૪ ગોળા વાળી લેવા. રાજગરાના લોટની રોટલી વણવી. જો લોટ તૂટી જતો હોય એમ લાગે તો અંદર શિંગોડાનો લોટ ઉમેરી દેવો. બટાટાના પૂરણનો ગોળો વાળી લેવો અને એ ગોળો લઈ રોટલીની વચ્ચે મૂકી બધી બાજુથી સરખી બંધ કરી ફરીથી લોટ ભભરાવી રોટલી વણવી. હવે ગૅસ પર લોઢી મૂકી પૂરણપોળી ઘી નાખી બન્ને બાજુથી સરખી શેકવી. આછી બદામી થાય ત્યાં સુધી શેકવી તો તૈયાર છે