બાસુંદી

0
111

સામગ્રી
એક લીટર દૂધ (ફુલ ક્રીમ)
૬-૮ સમારેલા પિસ્તા
૬-૮ સમારેલી બદામ
એક ચપટી કેસર
૧ નાની ચમચી એલચી પાઉડર
૧ નાની ચમચી જાયફળ પાઉડર
ખાંડ (સ્વાદ અનુસાર)

રીત
તપેલી અથવા કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઊભરો આવે એટલે ગૅસ ધીમો કરી દો. હવે ધીમા તાપ પર દૂધને એના કરતાં અડધું થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં. હવે દૂધમાં ખાંડ, જાયફળ પાઉડર અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો અને વધુ ૫ મિનિટ ઉકળવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો. હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગૅસ બંધી કરી દો. સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે.

બાસુંદી ઠંડી કરીને ખાવામાં મજા આવે છે.