

મુંબઇ,તા. ૨૭
પ્રિયંકા ચોપડા બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ધુમ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હવે સૌથી મોઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે દિપિકા કરતા પણ વધારે ફી મેળવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ સંજય લીલાની ફિલ્મ પદ્માવતી ફિલ્મમાં કામ કરવા માટે દિપિકાએ ૧૨ કરોડ રૂપિયા લીધા હતા. જેની સામે પ્રિયંકા ચોપડા હવે તેના કરતા આગળ નિકળી ગઇ છે. પ્રિયંકા ચોપડાએ ૧૪ કરોડ રૂપિયાની માંગ કરી છે.

પ્રિયંકા ચોપડા તેના કરતા વધારે આગળ દેખાઇ રહી છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં કામ કરવા માટે દિપિકાએ ૧૪ કરોડ રૂપિયાની માંગ કરી છે. દિપિકા અને પ્રિયંકા હવે બોલિવુડની સૌથી વધારે મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં હોલિવુડમાં ખુબ લોકપ્રિય થઇ ચુકી છે. જા કે તે હાલના દિવસોમાં હોલિવુડ સિંગર નિક જાનસ સાથે પોતાના લગ્નના કારણે પ્રિયંકા ચોપડા ભારે ચર્ચામાં જાવા મળી રહી છે. થોડાક સમય પહેલા પ્રિયંકા અને નિકના લગ્ન થયા હતા. ત્યારબાદપ્રિયંકા ચોપડા મોટા ભાગે વિદેશમાં જ રહે છે. હિન્દી ફિલ્મો નહીંવત સમાન કરી રહી છે. તેની પાસે તમામ મોટી હોલિવુડ ફિલ્મ છે. બંનેના લગ્નને લઇને પણ ચર્ચા છે.

નિક તેના કરતા આશરે ૧૦ વર્ષ નાનો છે. હાલના સમયમાં બન્ને કેટલાક ઇવેન્ટમાં સો નજરે પડ્યા છે. તાજેતરમાં નિકના સંબંધીના લગ્નમાં પણ પ્રિયંકા ચોપડા પહોંચી હતી. જેના કારણે તે ભારતીય મિડિયામાં ખુબ ચર્ચામાં રહી હતી.

પ્રિયંકા ચોપડા હાલમાં જ બોલિવુડની કેટલીક ફિલ્મ સાઇન કરી ચુકી છે. જેમાં એતરાજની સિક્વલ, સલમાનની ભારતનો સમાવેશ થાય છે. ઉપરાંત પણતે કેટલાક પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે. હાલમાં તે અમેરિકાના ટીવી શો ક્વાન્ટકોના કારણે ખુબ લોકપ્રિય થઇ ગઇ છે.