ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઇ (64) ગુમ થયા હોવાની જાણકારી મળી છે. ત્યારબાદ ફ્રાન્સ સરકારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ટરપોલના મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે. અહીં રહેતી મેંગની પત્નીએ જણાવ્યું કે, પતિ સાથે તેની અંતિમ મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઇ હતી.
– સ્થાનિક મીડિયા અનુસાર, ગુમ થયા પહેલાં મેંગ ચીન માટે રવાના થયા હતા.
– ચીનની રાજનીતિમાં ઘણો સમય પસાર કરનાર મેંગ બે વર્ષ પહેલાં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા હતા. 95 વર્ષના ઇતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા.
– ઇન્ટરપોલ વેબસાઇટ અનુસાર, આ અગાઉ તેઓ ચીનમાં પબ્લિક સિક્યોરિટીના વાઇસ મિનિસ્ટર હતા. પબ્લિક સિક્યોરિટી વાઇસ મિનિસ્ટર પહેલાં તેઓ નેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ કમિશનના ચેરમેન અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓફિસ ફોર ચીનના ડાયરેક્ટર રહી ચૂક્યા હતા.