પુતિન આજે ભારતમાં, USની ચેતવણી છતાં S-400 ડિફેન્સ સિસ્ટમ પર સમજૂતીની આશા

0
64
news/NAT-HDLN-putin-visits-india-today-and-talks-with-modi-news-and-updates-gujarati-news-5965428-NOR.html
news/NAT-HDLN-putin-visits-india-today-and-talks-with-modi-news-and-updates-gujarati-news-5965428-NOR.html

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્વીપક્ષીય બેઠકમા ભાગ લેશે. ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ભારત મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે. આશા છે કે 5 ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેજન પણ આપે.

જો ભારતને S-400 ડિફેન્સ સિસ્ટમ મળશે તો તે કાઉંટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રૂ સેંકશન એક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ એક્ટ અંતર્ગત અમેરિકી સાંસદ (કોંગ્રેસે) રશિયા પાસેથી હથિયાર ખરીદવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. જોકે અમુક અમેરિકન સાંસદોનું કહેવું છે કે, આ કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી ખાસ છૂટ મળી શકે છે.

ભારતે દર્શાવ્યું કડક વલણ

ભારત-રશિયા વચ્ચે ગુરુવારે થનારી ડિલ સામે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે કહ્યું કે, અમે અમારા સાથીઓ અને ભાગીદારોને રશિયા સાથે વેપાર ન કરવાનો અનુરોધ કરી ચૂક્યા છીએ. જો આવું નહીં થાય તો સહયોગીઓ પરસીએએટીએસએ અંતર્ગત પ્રતિબંધ લગાવવામાં આવશે.

ભારતનું માનવું છે કે, આ ડીલમાં કોઈ તકલીફ નથી

ભારતે પણ સંકેત આપ્યા છે કે, અમેરિકન પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. તાજેતરમાં ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણે કહ્યું છે કે, ભારતે તેની સંપ્રુભતા જાળવી રાખી છે. તેના જ અંતર્ગત ભારતના અન્ય દેશો સાથેના સંબંધો જળવાયેલા છે. રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્ર પેસકોવે કહ્યું છે કે, ભારત સાથેની વાતચીતમાં અમારો એજન્ડા સૈન્ય-ટેક્નોલોજીમાં મદદનો રહેશે. મોદી અને પુતિન વચ્ચે વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, અંતરિક્ષ અને પર્યટન જેવા ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થશે. મોદી મે મહિનામાં રશિયાના સોચી ગયા હતા. જ્યાં તેમની ઘણાં મુદ્દાઓ પર અનઔપચારિક વાતચીત થઈ હતી.

news/NAT-HDLN-putin-visits-india-today-and-talks-with-modi-news-and-updates-gujarati-news-5965428-NOR.html
news/NAT-HDLN-putin-visits-india-today-and-talks-with-modi-news-and-updates-gujarati-news-5965428-NOR.html