બોલિવુડમાં ટેકનોલોજીની નહીં પરંતુ બજેટની સમસ્યા
મુંબઇ,તા. ૧૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તાપ્સી પન્નુએ કહ્યુ છે કે ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મ મંગલ મિશનને લઇને આશાવાદી છે. ફિલ્મને મોટી સફળતા મળી રહી છે. ફિલ્મની શાનદાર શરૂઆત થયા બાદ તે વધારે ખુશ છે. તેનુ કહેવુ છે કે ભારતીય ફિલ્મો અને બોલિવુડ ફિલ્મો ટેકનોલોજીમાં પાછળ છે તે બાબત આધારવગરની છે. તેનુ કહેવુ છે કે અમે ટેકનોલોજીમાં બિલકુલ પાછળ નથી. જા કે અમને તકલીફ બજેટને લઇને આવી રહી છે. કારણ કે ત્યાં ફિલ્મનુ જેટલુ બજેટ રાખવામાં આવે છે તેટલા બજેટમાં તો અમે મંગળ ગ્રહ પર સેટેલાઇટ મોકલી ચુક્યા છીએ. તાપ્સીનુ કહેવુ છે કે અમારી સૌથી મોટી સમસ્યા મર્યાદિત સ્ક્રીન અને થિયેટરને લઇને છે. જેથી બજેટ પણ મર્યાદિત થઇ જાય છે. જેથી અમારા વિજ્યુઅલ ઇફેક્ટ એટલા સારા રહેતા નથી. હોલિવુડની ફિલ્મોમાં જે વિજ્યુઅલ ઇફેક્ટ હોય છે તે બોલિવુડ ફિલ્મમાં દેખાતા નથી તે મોટુ આ કારણ છે. જા કે હેરાની કરનાર વાત એ છે કે પશ્ચિમમાં વધારે પ્રમાણમાં ફિલ્મોમાં વિજ્યુઅલ ઇફેક્ટ પર કામ કરનાર કલાકારો ભારતીય હોય છે. તાપ્સીએ કહ્યુ છે કે અવતાર અને એવેન્જર્સ ફિલ્મને જાવામાં આવે તો જાઇ શકાય છે કે વિજ્યુઅલ ક્રેડિટ્સ પર ભારતીયોના નામ જ હોય છે. ટેકનોલોજીના મામલે અમારા કરતા વધારે હોશિયાર કોઇ નથી. તાપ્સી ફિલ્મમાં મહિલા વૈજ્ઞાનિકના રોલમાં નજરે પડી રહી છે. મંગલ મિશન રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને સફળતા મળી રહી છે. તાપ્સી બોલિવુડમાં અનેક એક્શન ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેની એકપછી એક સુપરહિટ સાબિત થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે સ્પેસ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક હતી જેથી કામ કરવા તૈયાર થઇ હતી.