Sunday, November 17, 2024
HomeWorldઇન્ડોનેશિયામાં ૧૦ હજારની ઉંચાઈએ ઉડી રહેલું બોઈંગ શ્રીવિજયા એરલાઇન્સ ૭૩૭ પ્લેન ક્રેશ

ઇન્ડોનેશિયામાં ૧૦ હજારની ઉંચાઈએ ઉડી રહેલું બોઈંગ શ્રીવિજયા એરલાઇન્સ ૭૩૭ પ્લેન ક્રેશ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img


A Sriwijaya Air Boeing 737 has lost contact
સમુદ્રમાંથી શંકાસ્પદ કાટમાળ મળ્યો । શ્રીવિજયા એરલાઇન્સના વિમાનમાં ૬૨ લોકો સવાર હતા

જકાર્તા, તા.૯
ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. તેમાં ૬૨ લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો. સમુદ્રમાં કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોના ટુકડા નજરે પડ્યા છે. જાે કે, તે ગુમ થયેલ વિમાનના છે કે નહીં તે અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સર્ચ ઓપરેશન દરમિયાન સમુદ્રમાંથી શંકા ઉપજાવે તેવો કાટમાળ મળ્યો હતો. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાની ગણતરીની મીનિટો બાદ જ એક પેસેન્જર વિમાન ગાયબ થતા હડકંપ મચી ગયો હતો. શ્રીવિજયા એર નામની એરલાઈન્સનું વિમાન એજે ૧૮૨ બોઈંગ ૭૩૭-૫૦૦ વિમાન હોવાનું કહેવાય છે. આ વિમાનમાં ૬૨ મુસાફરો સવાર હતા. વિમાનનો રજીસ્ટ્રેશન નંબર પીકે-સીએલસી (એમએસએન ૨૭૩૨૩) છે. ફ્લાઈટ રેડાર ૨૪ અનુંસાર આ વિમાને આજે શનિવારે સાંજે ૪ વાગ્યે ઈન્ડોનેશિયાના જકાર્તાના સોનાર્નો-હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
માનવામાં આવે છે કે, ઉડાન ભર્યાના ૪ જ મીનીટ બાદ આ વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. રડાર પર વિમાને ૧૦ હજાર ફૂટની ઉંચાઈ માત્ર એક જ મીનીટમાં ગુમાવી દીધી હોવાનું ટ્રેક કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જ કંઈક અઘટીત ઘટ્યાના આશંકા સેવાવા લાગી હતી. જાે આટલી ઝડપે કોઈ પણ વિમાન નીચે આવે તો તેના ક્રેશ થવાની શક્યતા અનેકઘણી વધી જાય છે. જ્યારે બીજી બાજુ ઈન્ડૉનેશિયનઈ સરકારે તુરંત બચાવ અને રાહત કાર્યની ટીમોને સક્રિય બનાવી દીધી છે. જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે, તે પણ બોઈંગ ૭૩૭ મેક્સ શ્રેણીનું જ હોવાનું કહેવાય છે. તેમાં લગભગ ૧૩૦ મુસાફરો બેસવાની વ્યવસ્થા હોય છે. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલ ઉભા થતા આવ્યા છે. એવા પણ અહેવાલ સામે આવ્યા હતાં કે અનેક ફરિયાદો બાદ બોઈંગ કંપની આ વિમાનોનું ઉત્પાદન જ બંધ કરવાનો વિચાર કરી રહી છે.

What we know so far:

  • The flight was carrying 59 passengers, including five children and a baby, reported Indonesian newspaper Republika. * There were two pilots and four crabin crew on board, reported Indonesia’s iNews.
  • The plane took off from Soekarno-Hatta Airport.
  • It was heading to Pontianak, the provincial capital of West Kalimantan.
  • The plane was a Boeing 737-500.
  • The plane lost more than 10,000 feet of altitude in less than a minute, reported flight tracker website FlightRadar24.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here