Monday, March 9, 2026
HomeIndiaભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી,મંકીપોક્સ પર કોવિડ જેવુ એલર્ટ

ભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી,મંકીપોક્સ પર કોવિડ જેવુ એલર્ટ

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

ભારતમાં મંકીપોક્સ (Mpox)નો કેસ નોંધાતા ચિંતા વધી છે. સંદિગ્ધ કેસ મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જારી થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે સંદિગ્ધોના સ્ક્રિનિંગ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની હિમાયત કરી છે. WHOએ મંકીપોક્સને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં વાયરલ ઈન્ફેક્શનના સ્ક્રિનિંગ પર ચાંપતી નજર રાખવા ભલામણ કરાઈ છે. સરકાર યાત્રા સંબંધી આઈસોલેશન સંબંધિત ઉકેલો પૂરા પાડવા સંપૂર્ણપણે તૈયાર છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના શંકાસ્પદ કેસની જાણકારી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત પરત આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંકીપોક્સની સ્થિતિની ખાતરી કરવા તેમજ લક્ષણો પર સચોટ નિદાન માટે દર્દીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, “આ સ્થિતિને સ્થાપિત પ્રોટોકોલની મદદથી મેનેજ કરવામાં આવી રહી છે, અને સંભવિત લક્ષણોને ઓળખવા અને દેશની અંદરની અસરનું મૂલ્યાંકન કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગની સલાહ છે.” આ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા જોખમ મૂલ્યાંકન સાથે સુસંગત છે, જેથી કોઈપણ બિનજરૂરી ચિંતાને કોઈ સ્થાન નથી.મંકીપોક્સને ગયા મહિને બીજી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) તરીકે જાહેર કરવામાં આવી હતી, આફ્રિકાના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે, WHOએ 2022માં PHEIC જાહેર કર્યું ત્યારથી, ભારતમાં આ રોગના 30 કેસ નોંધાયા છે. તેનાથી સંક્રમિત છેલ્લો કેસ આ વર્ષે માર્ચમાં નોંધાયો હતો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અગાઉના નિવેદન મુજબ, 2022થી 116 દેશોમાં મંકીપોક્સના 99,176 કેસો નોંધાયા છે, જેમાંથી 208 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની સંખ્યા ગયા વર્ષની કુલ સંખ્યાને વટાવી ગઈ છે.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here