કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’નું પોસ્ટ રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતા જ એ ખુલાસો પણ થયો છે કે આ ફિલ્મમાં અક્ષયકુમાર નહીં પણ કાર્તિક આર્યન લીડ રોલમાં દેખાશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચર્ચા હતી કે ભૂલભૂલૈયામાં લીડ રોલ કરનાર અક્ષય કુમાર ભૂલ ભૂલૈયા 2માં પણ મુખ્ય પાત્ર ભજવશે.