Tuesday, September 29, 2026
HomeIndiaમમતાનો ડોક્ટરોને મનાવવા અંતિમ પ્રયાસ…..શરતો સાથે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા

મમતાનો ડોક્ટરોને મનાવવા અંતિમ પ્રયાસ…..શરતો સાથે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોને આજે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. સીએમ અને વિદ્યાર્થીઓ વચ્ચે આ વાતચીત મમતા બેનર્જીના આવાસ પર થશે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જુનિયર ડોક્ટરોને પત્ર લખીને સીએમ આવાસ પર વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું છે. મનોજ પંતે જુનિયર ડોકટરોને સંબોધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, માનનીય સુપ્રીમ કોર્ટના 9 સપ્ટેમ્બર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને કાયદાનું પાલન કરતા નાગરિકો તરીકે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવું એ આપણી ફરજ છે. આ પાંચમી અને છેલ્લી વખત છે જ્યારે અમે માનનીય મુખ્યમંત્રી અને તમારા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક માટે તમારો સંપર્ક કરી રહ્યા છીએ. અગાઉની આપણી ચર્ચા બાદ અમે ફરી એકવાર તમને મુખ્યમંત્રી સાથે તેમના કાલીઘાટના નિવાસસ્થાને ખુલ્લા મનથી વાતચીત માટે આમંત્રણ આપી રહ્યા છીએ.પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમને વિશ્વાસ છે કે પરસ્પર સંમતિ મુજબ અને એક દિવસ પહેલા મીડિયાને આપેલા તમારા નિવેદન પ્રમાણે મીટિંગનું કોઈ લાઈવ સ્ટ્રીમિંગ અથવા વિડિયોગ્રાફી નહીં થશે. કારણ કે આ મામલો દેશની સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેના બદલામાં બેઠકની મિનિટને રેકોર્ડ કરવામાં આવશે અને બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે.પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે પત્રના છેલ્લા ભાગમાં કહ્યું કે, આ બેઠક આજે એટલે કે 16 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:00 વાગ્યે કાલીઘાટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને નક્કી કરવામાં આવી છે. અગાઉની ચર્ચા માટે આવેલા પ્રતિનિધિમંડળને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આજે સાંજે 4:45 વાગ્યે કાર્યક્રમ સ્થળ પર પહોંચી જાય. અમે તમારા હકારાત્મક પ્રતિભાવ અને સાર્થક ચર્ચાની આશા રાખીએ છીએ. તમને જણાવી દઈએ કે, કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરના રેપ અને મર્ડર મામલે જુનિયર ડોક્ટર્સમાં આક્રોશ છે. ડોક્ટરો છેલ્લા 33 દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાની પાંચ માગો સાથે પ્રદર્શન કરી રહ્યા છે.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here