મહેસાણા : આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના પાંચોટ પાસે કંઈક અજાગતું બનતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં.રાજ્યમાં અકસ્માતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આજે મહેસાણામાં રોડ અકસ્માતમાં ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મહેસાણાના પાંચોટ ખાતે કાર તળાવમાં ખાબકતાં ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગોજારો અકસ્માત સર્જાયો છે.આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના પાંચોટ પાસે કંઈક અજાગતું બનતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં.આ ઘટનાથી આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. બીજી બાજુ જેસીબીની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.