પટણા, તા. ૮
કલમ ૩૭૦ને લઇને હજુ સુધી વિરોધ કરી રહેલી નીતિશકુમારની પાર્ટી જેડીયુ દ્વારા આ મામલામાં યુ ટર્ન લેવામાં આવ્યો છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ આરસીપી સિંહે કહ્યું છે કે, આ કાનૂન બની ગયું છે અને કાનૂન સમગ્ર દેશમાં લાગૂ થાય છે. આવી સ્થતિમાં અમને તમામને કાયદાઓનું પાલન કરવું જાઇએ. સિંહે કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર તમામને કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના ખુબ જ નજીકના ગણાતા આરસીપી સિંહે કહ્યું છે કે, પાર્ટીએ છેલ્લી સંસદમાં આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, અમારા સ્વર્ગસ્થ નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું હતું કે, અમે કોઇપણ વિવાદાસ્પદ પ્રસ્તાવને ટેકો આપીશું નહીં જેમાં ત્રિપલ તલાક અને રામ મંદિર જેવા મુદ્દા પણ સામેલ છે. આવી સ્થતિમાં અમે આ મામલાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે આ કાયદો બની ગયો છે ત્યારે આનો વિરોધ કરવાનો કોઇ મતલબ નથી. કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. ૩૭૦ના વિરોધ બાદ નીતિશકુમારની પાર્ટીમાં પણ વિભાજનની સ્થતિ જાવા મળી રહી હતી. પાર્ટીની અંદર અનેક નેતાઓ માટેની રહ્યા હતા કે, આ બિલનું સમર્થન કરવાની જરૂર છે. સુત્રોના કહેવા મુજબ પાર્ટીની અંદર જ એક વર્ગ છે જે નીતિશકુમારના વલણને લઇને નાખુશ છે. આ નેતાઓએ નીતિશકુમારને પોતાના વલણ અંગે જાણ કરી દીધી છે. જેડીયુના નેતા અજય આલોકે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ફેરરચના બિલની સામે અપનાવવામાં આવેલા વલણની ફેર સમીક્ષા કરવી જાઇએ. અલબત્ત જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પાર્ટીના વલણનો બચાવ કર્યો છે. આ મુદ્દા ઉપર વોકઆઉટ કરવા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને ફર્નન્ડઝ જેવા દિગ્ગજ નેતાઓની વિચારધારા મુજબ આ બાબત છે.