Monday, March 9, 2026
HomeGujaratરાજ્ય સરકારે HCમાં કહ્યું અલ્પેશને જામીન ન આપો, કથીરિયાની જેલમાં જશે દીવાળી

રાજ્ય સરકારે HCમાં કહ્યું અલ્પેશને જામીન ન આપો, કથીરિયાની જેલમાં જશે દીવાળી

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ઉજવવી પડશે. અલ્પેશના જામીન મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. આ મામલે હવે 19 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. જેને કારણે અલ્પેશ કથીરિયાને જેલમાં જ દીવાળી ઉજવવી પડશે. તેમજ ગુજરાત સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. તેને જામીન ના આપો.

અલ્પેશના વકીલે કહ્યું-સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા

ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, રાજદ્રોહ નથી કર્યો. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું.

અલ્પેશ અને તેના સાથીદારોએ ગુજરાતને બાનમાં લીધું હતું: રાજ્ય સરકાર

બીજી તરફ સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે રજૂઆત કરી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. હિંસા તેમજ તોડફોડ થઈ હતી. ભડકાઉ ભાષણો આપ્યા હતાં. ટેલિફોનિક કન્વર્ઝેશનના રેકોર્ડિંગ હોવાની સરકાર તરફથી રજૂઆત થઈ હતી.ઉલ્લેખનીય છે કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ દાખલ થઈ નથી, ત્યારે અલ્પેશને હાલ જામીન ના આપવા જોઈએ તેવી સરકારે રજૂઆત કરી હતી. હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ 19મીએ શું ચૂકાદો આપે છે, તેના પર સૌની નજર રહેશે.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here