Sunday, April 20, 2025
HomePoliticsવડા પ્રધાન મોદીનું વિમાન બનશે એન્ટિ મિસાઇલ સિસ્ટમથી સજ્જ

વડા પ્રધાન મોદીનું વિમાન બનશે એન્ટિ મિસાઇલ સિસ્ટમથી સજ્જ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

હવે વડા પ્રધાન મોદીનું વિમાન પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વિમાનની જેમ મિસાઈલ હુમલાને નિષ્ફળ કરનારું હશે. પીએમ મોદી માટે લાંબા અંતરના બે બોઈન્ગ ૭૭૭ વિમાન ‘ઍર ઇન્ડિયા વન’ જૂન ૨૦૨૦ સુધીમાં ભારત આવશે. આ વિમાન એન્ટિ મિસાઈલ ટેકનૉલૉજીથી સજ્જ હશે. આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ખાસ ઍરોપ્લેનનો વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. હાલ તેઓ ઍર ઇન્ડિયાના બોઇન્ગ બી ૭૪૭ વિમાનનો ઉપયોગ કરે છે. દક્ષિણ બ્લૉકના અધિકારીઓ અનુસાર ડલાસમાં બોઇન્ગ સુવિધામાં બનાવવામાં આવી રહેલાં બે વિમાન સુરક્ષા મામલે અમેરિકી રાષ્ટ્રપતિની વાયુસેનાના વિમાન બરાબર હશે. આ વિમાન ઇંધણ ભરવા માટે વચ્ચે રોકાયા વગર અમેરિકા અને ભારત વચ્ચે ઉડાન ભરી શકે છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા આ વિમાન માટે બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવા પર સહમત થયું હતું. એન્ટિ મિસાઈલ ટેકનૉલૉજીને ઍર ઇન્ડિયા વનમાં લગાવવા માટે લગભગ ૧૯ કરોડ ડૉલરની ડીલ થઈ હતી.

ભારત સરકારે વીવીઆઇપી સુરક્ષા માટે ઍર ઈન્ડિયા વનને મંજૂરી આપી દીધી હતી. બે દાયકાથી વીવીઆઇપી લોકોની સેવા કરી રહેલા ઍર ઇન્ડિયાના બોઇન્ગ ૭૪૭ જમ્બો જેટનું સ્થાન હવે ‘ઍર ઇન્ડિયા વન’એ લીધું છે. ખાસ પ્રકારના મેટલથી બનેલા આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.એન્ટિ મિસાઈલ તકનિક મોટા વિમાનોને સુરક્ષા કવચ પૂરું પાડશે, આ સિસ્ટમ સ્થાપિત થયા બાદ ક્રૂ વૉર્નિંગનો સમયગાળો વધારશે. તે પાઇલટને અલર્ટ કરશે કે એક મિસાઈલ ડિટેક્ટ થઈ છે અને સિસ્ટમ તેને ત્યાં જ જૅમ કરી દેશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here