મહોરમ ની તૈય્યારી ના ભાગ રૂપે યુવાનો છેલ્લા અઢી મહિના થી તાજીયા બનાવી રહ્યા છે. મુસ્લિમ પરિવાર ના છોકરાઓ રાત દિવસ મહેનત કરી આ તાજીયા બનાવી રહ્યા છે આ બાળકો પોતાની રીતે કોઈ મોટો ફાળો કર્યા વગર પોત પોતાના રૂપિયા કાઢી અને ખાસ તો એ કે પોતાની રીતે કોઈ વસ્તુ બજાર માંથી તૈય્યાર લઈ ને નહિ પોતાની સુજ થી આ તાજીયા બનાવી રહ્યા છે અને એટલી ખુશી થીજ મહોરમ ની ઉજવણી કરશે. સાથે સાથે મુસ્લિમ પરિવાર સાથે અમારા ગામ માં હિન્દૂ મુસ્લિમ નિએકતા પણ જોવા મળે છે આ તાજીયા ના સમયે લોકો ઉત્સાહ થી શ્રીફળ તેમજ વધેરી ઉપરાંત લોકો હળી મળી આ મહોરમ ની ઉજવણી કરશે.