
વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં ગઈ રાત્રે ચોરો મોબાઇલ શોપમાંથી 30 લાખ ઉપરાંતની કિંમતના મોબાઈલ તેમજ અન્ય સાધનો ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.મનીષા ચોકડી પાસે આવેલી મારવન્સ મોબાઈલ શોપમાં ગઈ રાતે ત્રાટકેલા ચોરોએ પોલીસથી બચવા માટે બહારના સીસીટીવી કેમેરા ફેરવી દીધા હતા. પરંતુ દુકાનદારે અંદર રાખેલા કેમેરાનું ડીવીઆર સુરક્ષિત સ્થળે સંતાડી રાખ્યું હોવાથી ચોરોના હાથમાં આવ્યું ન હતું અને તેઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા. શટરના તાળાં તેમજ કાચના દરવાજાના લોક તોડીને શોપમાં ત્રાકકેલા ચોરો જુદા-જુદા મોબાઈલ, આઈ વોચ તેમજ અન્ય કીંમતી સામાન મળી રૂ.30 લાખ ઉપરાતની મતા ચોરી ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.