
સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના પુત્રને કેરિયરમાં મદદ કરવાનું વચન શાહરુખ ખાને આપ્યું હતું. હવે શાહરુખે આપેલો નંબર બંધ થઈ ચૂક્યો છે અને આદેશ શ્રીવાસ્તવની પત્ની તથા ભૂતપૂર્વ અભિનેત્રી વિજ્યેતા પંડિત શાહરુખનો નંબર શોધી રહી છે. શાહરુખ આદેશ શ્રીવાસ્તવની ખબર કાઢવા ગયો હતો ત્યારે આદેશે તેનો હાથ પકડી પુત્ર અવિતેશ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે તેની કારકિર્દીમાં મદદ કરજે. શાહરુખે ત્યારે સંમતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં કેન્સરના કારણે આદેશનું નિધન થયું હતું. વિજયેતાના જણાવ્યા મુજબ તે હજી સુધી શાહરૂખ ખાનનો સંપર્ક કરી શકી નથી.તેના પુત્રને શાહરૂખે તે વખતે આપેલો નંબર બંધ થઈ ગયો છે. વિજ્યેતાએ કહ્યું હતું કે મારા સંગીતકાર ભાઈઓ જતીન લલીતે શાહરુખની કેરિયરમાં ઘણું યોગદાન આપ્યું છે. શાહરુખે એ વાતને પણ ધ્યાને રાખીને અમારા સંકટના દિવસોમાં અમારી મદદ કરવી જોઈએ.