
– ફિલ્મના માર્કેટિંગ માટે શૂટિંગના દ્રશ્યો જાતે જ લીક કરી દેવાની સ્ટ્રેટેજી
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ અમિતાભ બચ્ચન તથા કમલ હસનની ફિલ્મોની નકલ હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન બાપ અને દીકરા બંનેની ભૂમિકામાં છે.
અમિતાભે ‘આખરી રાસ્તા’માં બાપ અને દીકરાની ભૂમિકા ભજવી હતી. કમલ હસને ‘ઔરુ કેદિયિન ડાયરી’ ફિલ્મમાં આવી ભૂમિકા ભજવી હતી. ‘જવાન’નના દિગ્દર્શક એટલી ખુદ કમલ હસનના બહુ મોટા પ્રશંસક છે એટલે તેમની ફિલ્મમાં કમલ હસન પરથી પ્રેરિત હીરો જોવા મળે છે. દરમિયાન આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો સોશિયલ મીડિયા વર અગાઉથી જ વાયરલ થયાં છે. કથિત રીતે ફિલ્મની ટીમ દ્વારા જ પદ્ધતિસર રીતે આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો લીક કરવામાં આવી રહ્યાં છે. આ રીતે આ ફિલ્મ વિશે ચર્ચા છેડાય તેવી તેમની ઈચ્છા છે.
ફિલ્મમાં શાહરુખ સાથે નયનતારા અને દીપિકા પાદુકોણ એમ બે હિરોઈન છે. ફિલ્મમાં ‘પુષ્પા’ના એક્ટર અલ્લુ અર્જુનના કેમિયો વિશે વિરોધાભાસી વાતો ચર્ચાઈ રહી છે.