વડોદરા : કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ વગર વંચિત રહી જાય છે, ત્યારે કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરાવતા પ્રિયતમાબહેને કનિજા ગામમાં બાળકોના અભ્યાસ માટે પોતાની મોપેડ પર પ્રજ્ઞાનો વર્ગ જ બનાવી દીધો છે.
મોપેડ પર વિવિધ ચાર્ટ અને બ્લેક બોર્ડ લટકાવી હાલતી ફરતી શાળા બનાવી મેથી ગામના બાળકો ને પ્રવૃતિ સાથે ભણતરનો અભ્યાસ કરાવે છે.મેથી ગામમાં ઘરે ઘરે જઈને શિક્ષિકા શિક્ષણ આપે છે રોજ પ્રિયતમાબેન શાળાના સમય દરમ્યાન ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.
અને સાથે સાથે કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને, ફરજિયાત માસ્ક પહેરીને અને વિદ્યાર્થીઓને પણ માસ્કા પહેરવીને 3-4 વિદ્યાર્થીઓને ભેગા કરી ભાર વગરનું શિક્ષણ આપે છે, જ્યારે કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અને વિદ્યાર્થીઓ પણ મેડમ આવતા એમની પાસે ભણવા બેસી જાય છે. આમ જેને શિક્ષણ આપવું અને જેને શિક્ષણ મેળવવું છે એ ગમે તે રીતે શિક્ષણ આપી શકે છે અને મેળવી પણ શકે છે. આમ પ્રિયતમાબેનની શિક્ષણ આપવાની વિદ્યાર્થીઓને ભણાવવાની ધગશ અને કાર્યનિષ્ઠ જો અન્ય શિક્ષકો પણ અપનાવે તો કોરોના કાળમાં પણ ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. જેમાં હું વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઇને શિક્ષણ આપું છું. બાળકોને શાળા બંધ હોય તેવો અહેસાસ થવા દીધો નથી. જેથી પ્રથમ સત્રમાં 90 ટકા જેટલી સફળતા મળી છે.