Saturday, March 7, 2026
HomeEntertainmentBollywoodશિલ્પા શેટ્ટી ૧૩ વર્ષ બાદ ફરી ફિલ્મમાં એન્ટ્રી કરશે

શિલ્પા શેટ્ટી ૧૩ વર્ષ બાદ ફરી ફિલ્મમાં એન્ટ્રી કરશે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ,તા. ૨
બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં બિઝનેસ વુમન તરીકે સક્રિય રહેલી શિલ્પા શેટ્ટી ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મોમાં વાપસી કરવા માટેની તૈયારી કરી ચુકી છે. હવે તે નિકમ્મા મારફતે બોલિવુડમાં બીજી ઇનિગ્સ રમનાર છે. તે છેલ્લે ૨૦૦૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ આપનેમાં રજૂ થઇ હતી. શિલ્પાએ પોતે સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની જાહેરાત કરી છે. કેટલીક ફિલ્મોમાં તે ગેસ્ટ તરીકે રજૂ થઇ છે. તે મોટા પરદા પર વાપસી કરી રહી છે. ફિલ્મનુ નિર્દેશન સબ્બીર ખાન કરનાર છે. ફિલ્મમાં અભિમન્યુ દસાની અને શિર્લે સેતિયા દેખાશે. સબ્બીર ખાન તે પહેલા હિરો અને બાગી જેવી ફિલ્મોનુ નિર્દેશન કરી ચુક્યા છે. ચાહકોના નામ પર વાપસી કરવા માટે તૈયાર છે. શિલ્પાએ થોડાક સમય પહેલા કહ્યુ હતુ કે સારી પટકથા ધરાવતી ફિલ્મો કરવા ઇચ્છુક છે. જા કે તેની પાસે હાલમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ફિલ્મો આવી રહી નથી. સાથે સાથે તે મુખ્ય અભિનેત્રી બનવા માટે પણ તૈયાર નથી. તેને શોભે તેવી ભૂમિકા કરવા માટે તે ઇચ્છુક છે. શિલ્પાએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં વાપસી કરવા માટે કોઇ ઉતાવળ કરી રહી નથી. તેનુ કહેવુ છે કે તે આડેધડ કોઇ રોલ કરશે નહી. તે હવે નંબર ગેમમાં વિશ્વાસ કરતી નથી. માત્ર મનોરંજન પુરતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. યોગ્ય પટકથા હાથ લાગશે તો જ તે ફિલ્મમાં કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે તે પારિવારિક જવાબદારીમાં હાલ વ્યસ્ત થયેલી છે. તેની પાસે કેટલીક પટકથા આવી પણ છે પરંતુ આ પટકથા તેને પસંદ પડી નથી. કોઇ સારી પટકથા રહેશે તો જ તે ફિલ્મમાં કામ કરશે. શિલ્પા શેટ્ટી કહે છે કે પુત્ર વિયાન મોટો થયો છે.તેનુ કહેવુ છે કે બોલિવુડની અન્ય વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રીઓની જેમ તે વાપસી કરવા માટે ઇચ્છુક નથી. તે બિઝનેસ અને પરિવારને હાલમાં ન્યાય આપવા માટેના પ્રયાસમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે રાજ કુન્દ્રા સાથે થોડાક સમય સુધી પ્રેમમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા.ત્યારબાદ તે ક્રિકેટના બિઝનેસમાં દેખાઇ હતી. આઇપીએલ મેચમા તે મોટા ભાગે જાવા મળતી હતી. જા કે આઇપીએલ કોંભાડને લઇને મામલો સપાટી પર આવ્યા બાદ તે પણ વિવાદના ઘેરામાં આવી હતી. કારણ કે રાજ કુન્દ્રા ફસાઇ ગયા હતા. તમામ લોકો સારી રીતે જાણે છે કે શિલ્પા શેટ્ટીએ તેની કેરિયરની શરૂઆત શાહરૂખખાનની સાથે બાજીગર ફિલ્મ મારફતે કરી હતી. જેમાં તેની સાથે કાજાલે પણ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ગઇ હતી. ત્યારબાદ તે અનેક મોટી ફિલ્મમાં ચમકી હતી. અમિતાભ બચ્ચનની સાથે પણ તે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. લાલ બાદશાહમાં તે અમિતાભ સાથે પણ હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here