દેશમાં 1લી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં લોકોનું હજારો રૂપિયાનું ચલાણ કાપવામાં આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા કેટલીક ચલાણને લઇને ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા પર જણાવવામાં આવ્યું છે.
- ગાડીનો કાચ ગંદો હોવા પર નહી લાગે ચલાણ
- ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ કરવા પર પણ નહી કપાય ચલાણ
અફવાઓ પર ન આપો ધ્યાન
નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઝડપથી ચલાણ કાપવામાં આવે છે. આ દરમિયાન અફવા ઉડી હતી કે જો તમે હાફ સ્લીવ વાળુ શર્ટ કે લૂંગી પહેરીને ગાડી ચલાવતાં હશો તોચલાણ કાપવામાં આવશે. જો કે આ અંગે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા આવી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.
નિતિન ગડકરીના કાર્યાલયે ચલણને લઇને જણાવ્યું
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઓફિસના ટવિટર હેન્ડલથી કરવામાં આવેલા ટવિટમાં જણાવવામાં આવ્યું છે કે અફવાઓથી સાવધાન રહો. નવા મોટર વ્હીકલ એક્ટમાં હાફ સ્લીવ પહેરીને ગાડી ચલાવવી કે લૂંગી પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ આપવાનું કોઇ પ્રાવધાન નથી. ટવિટરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગાડીમાં જો વધારાનો બલ્બ નહીં રાખવામાં આવે, ગાડીનો કાચ ગંદો થવા પર ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ કાપવાને લઇને કોઇ કાયદો નથી.