લાગે છે કે ફાયર બ્રાન્ડ નેતા પોતાની ખાસ ભાષણ શૈલી માટે જાણીતા નવજોત સિંહ સિદ્ધૂ હવે કોંગ્રેસ માટે ઉપયોગી નથી રહી. પાર્ટીએ તેમનો મોટો ઝટકો આપ્યો છે. એક સમયે દેશભરમાં ચૂંટણી માટે સૌથી અધિક માંગમાં રહેતા સિદ્ધૂને હરિયાણા સહિત બે રાજ્યોના ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા છે. પંજાબથી રાજનીતિથી ગાયબ થયેલા કેબિનેટ મંત્રી સિદ્ધૂને હવે ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી રાખ્યા.
જણાવી દઈએ કે ગત લોકસભા ચૂંટણી અને એક વર્ષ પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવી રાજ્યોની વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિદ્ધૂને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પણ તેઓ આખા દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા અને તેમણે હરિયાણામાં પણ ઘણી જનસભાઓ કરી હતી તેમજ રોડ શો કર્યા હતા. પરંતુ, હવે તે કોંગ્રેસના મહારાષ્ટ્રલઅને હરિયાણાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે હરિયાણા કોંગ્રેસે પહેલા સિદ્ધૂને સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ કરવા માટે પાર્ટી હાઈકમાનને કહ્યું હતું, જો કે બાદમાં અનેક નેતા તેના વિરોધમાં આવી ગયા હતા. જે બાદ પાર્ટીએ સિદ્ધૂને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન નથી આપ્યું.
લોકસભા ચૂંટણીની સાથે જ નવજોત સિંહ સિદ્ધૂનો રાજનૈતિક ગ્રાફ જઈ રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં સિદ્ધૂમાં અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે બાદ કોંગ્રેસે બઠિંડા સીટ પર મળેલી હાર માટે સિદ્ધૂને દોષી ઠેરવ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધૂ પાસેથી સ્થાનિક નિકાય વિભાગ પાછો લઈને તેમને ઊર્જા વિભાગ આપી દીધો હતો, જો કે સિદ્ધૂએ નવો વિભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
રાહુલ અને પ્રિયંકાના હસ્તક્ષેપ છતા મામલાનો હલ ન નીકળો જેને લઈને સિદ્ધૂએ મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું.જે બાદ તે સતત પાર્ટી,મીડિયા અને સરકાર સાથે અંતર રાખ્યું છે. અને હવે કોંગ્રેસ પણ તેનાથી અંતર બનાવી રહી છે. એવામાં સિદ્ધૂના રાજનૈતિક ભવિષ્યને લઈને ચર્ચાઓ થઈ રહી છે.