મુંબઈ, તા. ૭
આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજાર ઉપર તેની કોઇ અસર જાવા મળી ન હતી. આજે કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ મંદી સાથે બંધ રહ્યા હતા. બીએસઈ સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઘટીને ૩૬૬૯૧ની સપાટીએ રહ્યો હતો. એચયુએલના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો જ્યારે એમએન્ડએમમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૯૨ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૦૮૫૫ રહી હતી. સેક્ટરલ મોરચા ઉપર રેટલક્ષી શેરમાં ભારે અફડાતફડી રહી હતી. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી રિયાલીટીમાં એકથી બે ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. ઉથલપાથલના દોર વચ્ચે ઇÂન્ડયા વાય૧૧માં પણ ઘટાડો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૦૯ અને સ્મોલકેપમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો રહેતા ૧૨૪૮૨ રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં પાંચ વર્ષની નીચી સપાટી ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન જાવા મળી હતી. આ શેરમાં કારોબારના અંતે છ ટકાનો ઘટાડો રહ્યો હતો. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા મળેલો હતો. આ દરજ્જાને દૂર કરીને મોદી સરકાર કલમ ૩૭૦ને દૂર કરી ચુકી છે. જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઇ ચુક્યું છે. રાજકીય મોરચા ઉપર મોટા ઘટનાક્રમ જાવા મળી રહ્યા છે. મોદી સરકારે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થઇ જશે જેમાં લડાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. કંપનીઓના પરિણામ ઉપર પણ તમામની નજર રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૮મી ઓગસ્ટના દિવસે આંકડા જારી કરવામાં આવશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે. બજારમાં ગઇકાલે ઉતારચઢાવની સ્થતિના અંતે તેજીનો માહોલ જામ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૨૭૭ પોઇન્ટ ઉછળીને ૩૬૯૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એનએસઈમાં ફ્રન્ટ લાઈન ઇન્ડેક્સ નિફ્ટી ૧૧૦૦૦ની સપાટીને જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો તેમાં ૮૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૯૪૮ રહી હતી.