સૈફ અલી ખાન તો નવાબ ઑફ બૉલીવૂડ કહેવાય છે, પણ હવે તો તેની અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ બૉલીવૂડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
સારાએ ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને હવે તે એક પછી એક ફિલ્મો કરીને આગળ વધી રહી છે.
સૈફ પણ તેની પ્રગતિથી ખુશ છે અને પોતાની પુત્રી વિશે ખુલ્લા દિલે કહે છે કે તે બહુ સારો અભિનય કરે છે.
હું તેનો પિતા છું એટલે નહીં પણ એક કલાકારને નાતે તેને ઓળખું છું. તેવ્યક્તિ તરીકે પણ બહુ સારી છે.
તે ડાઉન ટૂ અર્થ લાગે છે અને કેદારનાથ ફિલ્મમાં તેણે કેટલીક સીકવન્સીસ બહુ સારી કરી હતી. તેનામાં માનવીય સંવેદના ઠાંસીને ભરી છે.
સારાએમને પૂછીને ફિલ્મોમાં આવવાનો નિર્ણય નહોતો લીધો કે તે ઘરમાં મારી સાથે તેની ફિલ્મો કે સ્ક્રીપ્ટ્સ વિશે ચર્ચા પણ નથી કરતી.
હું જાણું છું કે દરેક વ્યક્તિએ પોતાનો નિર્ણય જાતે લેવો જોઇએ. જેથી કોઇપણ જાતનો દાવો તમે કોઇના પર કરી શકો નહીં.
અભિનેતા સૈફ અલી ખાનની ડિજિટલ સિરિઝ ‘સેકર્ડ ગેમ્સ’ની બીજી સિઝનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે, તેની આગામી ફિલ્મ ‘લાલ કપ્તાન’ આવી રહી છે.
કહેવાય છે કે આ ફિલ્મ દ્વારા સૈફ બધાની નિરાશાને દૂર કરી દેશે. આ ફિલ્મમાં તે નાગા સાધુનો રોલ કરી રહ્યો છે.
તેમાં તેનું ન માની શકાય તેવું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. સૈફની કારકિર્દી ભલે ધીમી પડી ગઇ, તેણે ભલે ઓછી ફિલ્મો કરી હોય, પણ તેની ફિલ્મો અને રોલ બહુ જુદા પ્રકારના હોય છે. તે ઘણા રોલ પર એક્સપરીમેન્ટ કરે છે. તેમાં તે શોભે પણ છે. હવે તો તે વધારે ડિજિટલ માધ્યમ પર વળી ગયો છે. સેકર્ડ ગેમ્સ સિરિઝે તેને સારી લોકપ્રિયતા અપાવી છે.
તાજેતરમાં તેણે તેની નવી ફિલ્મ ‘લાલ કપ્તાન’નો બીહાઇન્ડ ધ સીન વિડિયો શેર કર્યો હતો, જેમાં તેનું નવું રૂપ જોવા મળે છે.
તેણે તેના આ રોલ માટે તલવારબાજી, નદી પાર કરવાની તાલીમ લીધી હતી.
ઉપરાંત તેની ઘોડેસવારીની સ્કિલને ફરી તાજી કરી હતી. ફિલ્મ થ્રિલર છે. સૈફ તો અત્યારે પટૌડીનો નવાબ છે અને તેનો પટૌડી પેલેસ બહુ મોટો છે. તેમાંથી અડધો ભાગ તો હવે હોટેલમાં પરિવર્તિત થઇ ગયો છે.
પણ તાજેતરમાં સૈફે તેના પટૌડી પેલેસમાં પણ એક ટીવી સિરિયલના શૂટ માટે પરવાનગી આપી હતી.
૧૫૦ રૂમના આ પેલેસમાંતેના શૂટ માટે પરવાનગી આપવામાં આવી હતી. જોકે, દીવાન-એ-ખાસ સહિત કેટલાક ભાગમાં શૂટ કરવા પર પ્રતિબંધ પણ હતો.