ભોપાલ : ભારતમાં ચિત્તાને ફરી વસાવવાના ઈતિહાસમાં બીજો અધ્યાય આજે એટલે કે શનિવારે જોડાઈ ગયો. નામિબિયાથી આઠ ચિત્તાને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવાના ઠીક ૫ મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી રહેલા 12 ચિત્તા પણ ભારતની ધરતી પર પધારી ચૂક્યા છે. ચિત્તાને લઈને શુક્રવારે દક્ષિણ આફ્રિકાથી રવાના થયેલું એરફોર્સનું વિશેષ વિમાન આજે સવારે 10 વાગ્યે ગ્વાલિયરના મહારાજપુરા એરટર્મિનલ પર ઉતર્યું. હવે અહીંથી સવારના 11 વાગ્યા સુધીમાં ત્રણ હેલિકોપ્ટરની મદદથી આ ચિત્તાઓને લઈને કૂનો નેશનલ પાર્ક પહોંચાડાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રદેશના વનમંત્રી કુંવર વિજય શાહ આ ચિત્તાને ક્વૉરન્ટાઈન વાડામાં છોડશે. તેની સાથે જ હવે ચિત્તાની કુલ સંખ્યા 20 થઈ જશે.
દક્ષિણ આફ્રિકાથી લાવેલા 12 ચિત્તા ભારતની ધરતી પર પધાર્યા, કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે
Date: