BJP અધ્યક્ષ અમિત શાહે રિપબ્લિક સમિટ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી જેના કારણે 1984ના શીખ વિરોધી રમખાણમાં આટલા લાબા સમય સુધી કોઈને દોષી જાહેર ના કરી શકાયો. આ કારણે ઘટનાના 24 વર્ષ બાદ પણ લોકોમાં ગુસ્સો હતો.
અમિત શાહે કહ્યું કે NDA સરકાર બનતા જ એક અન્ય SITની રચના કરી હતી અને તેના તારણોના આધારે દોષીને સજા આપવામાં આવી. દિલ્હી હાઈકોર્ટે શીખ વિરોધી રમખાણના મામલામાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા આપી છે. આ રમખાણમાં 2,700થી વધારે લોકોના મોત થયા હતા.