ક્રિકેટ પ્રતિભાશાળીઓની ભાવિ પેઢી શોધવામાં મદદરૂપ થતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ વિકસિત એકમાત્ર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધા
રાજસ્થાન રોયલ્સ આરબીસીસી 2021માંથી પ્રતિભા સ્કાઉટિંગ કરવાનું અને પ્રથમ ટીમ માટે તેમને ટ્રાયલ આપવાનું ચાલુ રાખશે
આ વર્ષ એકમાત્ર વૈશ્વિક યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાની 10મા વર્ષની એનિવર્સરી છે
અમદાવાદ, 17
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એકમાત્ર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાની 10મા વર્ષની એનિવર્સરી રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 17મી ફેબ્રુઆરીથી યોજાયેલી સિટી ક્વોલિફાયરો સાથે ભારતનાં 32 શહેરોમાં યોજાશે. કોલેજ કેમ્પસમાંથી ઊભરતા ક્રિકેટરો શોધવા અને તેમને પોષવા માટે આ સ્પર્ધા યોજાઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે ભારતમાં એનર્જી ડ્રિંક દિગ્ગજ રેડ બુલ સાથે તેનું જોડાણ વધાર્યું છે અને કોલેજ ક્રિકેટ ટીમ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ માટે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટી20 સ્પર્ધામાંથી પ્રતિભા સ્કાઉટિંગ કરવાનું ચાલુ રાખવાની યોજના છે. રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021 સિટી ક્વોલિફાયરો 17મી ફેબ્રુઆરીથી 15મી માર્ચમાં ભારતનાં 32 શહેરોમાં યોજાઈ હતી, જેમાં ઉત્તરમાં ચંડીગઢ, જાલંધર, જમ્મુ, ધરમશાલા, દહેરાદુન, જયપુર, દિલ્હી, મીરૂત અને લખનૌ, પશ્ચિમમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ઈન્દોર, નાગપુર, રાયપુર, મુંબઈ, પુણે અને ગોવા, પૂર્વમાં જમશેદપુર, રાંચી, પટના, ભુવનેશ્વર, કોલકતા, ગૌહાટી અને અગરતલા, દક્ષિણમાં બેન્ગલોર, કોઈમ્બતુર, મૈસુર, ચેન્નાઈ, હૈદરાબાદ અને વિઝેગનો સમાવેશ થાય છે. ગયા વર્ષની જેમ આરબીસીસી ફેબ્રુઆરીથી શરૂ થયેલી કેરાલા કોલેજ પ્રીમિયર લીગ ટી20 ચેમ્પિયનશિપ સાથે તેમના સહયોગ થકી કોચી સિટી ચેમ્પિયન્સ શોધશે.
દરેક શહેરની વિજેતા ટીમો એપ્રિલમાં ઝોનલ અને રિજનલ ફાઈનલમાં પહોંચશે. આરબીસીસીમાં દરેક ઝોનમાંથી ટોચની બે ટીમો જૂનના પ્રથમ સપ્તાહમાં નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે, જ્યાં ટીમો અનુક્રમે ક્વાર્ટર ફાઈનલ્સ, સેમી-ફાઈનલ્સ અને ફાઈનલ્સના નોકઆઉટ રાઉન્ડ્સમાં રમશે. નેશનલ વિજેતા તે પછી રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021 વર્લ્ડ ફાઈનલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતના ગત વિજેતાઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમાં રિઝવી કોલેજ, મુંબઈ, ડીએવી કોલેજ, ચંડીગઢ, સ્વામી શ્રદ્ધાનંદ કોલેજ, દિલ્હી, એમએમસી કોલેજ, પુણેનો સમાવેશ થાય છે. ગયા વર્ષે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઈનલ્સ કોવિડ-19 પ્રોટોકોલ્સનું પાલન કરીને લખનૌના એકાના સ્ટેડિયમમાં યોજાઈ હતી. દેશમાં આઠ ઉત્તમ ક્રિકેટ યુનિવર્સિટીઓએ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઈનલ વિજેતા બનવા માટે એકબીજા સામે સ્પર્ધા કરી હતી. ડીએવી કોલેજ જાલંધર અને સુબોધ કોલેજ જયપુર વચ્ચે રોમાંચક ફાઈનલ ગેમમાં ડીએવી કોલેજ જાલંધર વિજેતા તરીકે ઊભરી આવી હતી અને રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઈનલ વિજેતાઓ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
Team Chennai celebrates during the Semi Finals of Red Bull Campus Cricket National Finals at the Sawai Mansingh Stadium in Jaipur, India on May 16th, 2019 // Ali Bharmal / Red Bull Content Pool // SI201905230043 // Usage for editorial use only //
રેડ બુલ કેમ્પસ ક્રિકેટની હાલની સફળતાની ગાથા તામિલનાડુનો બેટ્સમેન શાહરુખ ખાન છે, જેને હાલમાં થયેલા આઈપીએલ ઓકશન ખાતે પંજાબ કિંગ્સે અધધધ રૂ. 5.25 કરોડમાં લીધો હતો. શાહરુખ ખાને ચેન્નાઈની હિંદુસ્તાન કોલેજને રેડ બુલ કેમ્પસ ક્રિકેટની 2019ની આવૃત્તિમાં ફાઈનલ્સમાં જીત અપાવી હતી. તેની ડિસેમ્બર 2019ના પ્રથમ સપ્તાહમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ, તળેગાવ, નાગપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સાથે રેડ બુલ કેમ્પસ ક્રિકેટપ્લેયર ટ્રાયઆઉટ્સ માટે પસંદગી કરવામાં આવી હતી. તે આઈપીએલ 2020 ઓકશનનો પણ હિસ્સો બન્યો હતો, પરંતુ તેના નામને લીધે ધ્યાનમાં નહીં આવતાં વેચાયો નહોતો. કારકિર્દીને આકાર આપવા માટે રેડ બુલ કેમ્પસ ક્રિકેટના મહત્ત્વ પર બોલતાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે હું અંગત રીતે મારી ટીમ માટે સ્પર્ધા જીતવા માગતો હતો, પરંતુ બદનસીબે અમે હારી ગયા. જો મેં ત્યાં સારી કામગીરી કરી હોય તો મારી પસંદગી થવાની શક્યતા હતી. રાજસ્થાન રોયલ્સે મને રેડ બુલ કેમ્પસ ક્રિકેટ ખાતે રમતો જોયા પછી ટ્રાયલ માટે બોલાવ્યો હતો. મારે માટે આ બહુ સારો અનુભવ હતો. રેડ બુલ કેમ્પસ ક્રિકેટ સાથે જોડાણ પર બોલતાં રાજસ્થાન રોયલ્સના સીઓઓ જેક લશ મેકક્રમે જણાવ્યું હતું કે અમને યુવા પ્રતિભાને મંચ આપવા આવી શક્તિશાળી પહેલમાં રેડ બુલ સાથે જોડાવાનું ગૌરવજનક લાગે છે. આ સ્પર્ધા ભવિષ્યના સંભવિત આઈપીએલ સ્ટાર્સ ઓળખવાની અમને તક પણ આપે છે અને અમારી ટ્રાયલમાં પ્રતિભાઓ બહુ જ આકર્ષક હતી. આગામી વર્ષે મોટી આઈપીએલ ઓકશન થઈ રહી છે ત્યારે યુવા ખેલાડીઓને પોતાને સિદ્ધ કરવાની અને અમારી ફ્રેન્ચાઈઝ સાથે ટ્રાયલ કમાણી કરવાની ઉત્તમ તક છે, જે તેમને અમારી ટીમમાં સ્થાન અપાવી શકે છે. કે એલ રાહુલ, મયંક અગરવાલ, એઈડન માર્કરામ, લુંગી ગિડી, નિરોશન ડિકવેલ્લા અને ચિરાગ સુરી જેવા છ ખેલાડીઓએ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ મંચનો ઉપયોગ કરીને તેમના સંબંધિત દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામના મેળવી છે. રેડ બુલ એથ્લીટ કે એલ રાહુલ સ્પર્ધાની 2013ની એડિશનમાં ટોપ સ્કોરર છે અને ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સફળતા માટે આરબીસીસીને શ્રેય આપે છે. ક્રિકેટરો મનન વોહરા, શાર્દુલ ઠાકુર, કરુણ નાયર, શશાંક સિંહ, સિદ્ધેશ લાડ, હિમાંશુ રાણા, અભિમન્યુ ઈશ્વરન, અનુકુલ રોય, ઋતુરાજ ગાયકવાડ અને રિકી ભુઈએ પણ રેડ બુલ કેમ્પસ ક્રિકેટમાંથી લાભ મેળવ્યો છે. આ વર્ષે રેડ બુલ એથ્લીટ અને ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના દ્વારા પ્રેરિત પ્રથમ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ વુમન્સ એડિશનનું ઉદઘાટન જોવા મળશે. સ્પર્ધાનું લક્ષ્ય યુનિવર્સિટી અને તળિયાના સ્તરે યુવા અને ઊભરતી મહિલા ક્રિકેટરોનો સહભાગ વધારવા ગતિ આપવાનું છે. મહિલા સ્પર્ધા નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ એમ ચાર ઝોનમાં યોજાશે, ઝોનલ એડિશનના વિજેતાઓ નેશનલ ફાઈનલમાં રમશે. નેશનલ ફાઈનલના વિજેતા ભારતમાં ઉત્તમ વુમન્સ કોલેજ ક્રિકેટ ટીમ ઘોષિત કરાશે. વુમન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી અમુક ખેલાડીઓને સ્મૃતિ મંધાના સાથે વાર્તાલાપ કરવાનો અદભુત મોકો પણ મળશે.