ટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝનનું લોન્ચ બજેટમાં સુંદર ઈન્ટીરિયર વોલ પેઈન્ટિંગ પૂરું પાડશે

0
27
એશિયન પેઈન્ટ્સ દ્વારા અનોખું કિફાયતી પેઈન્ટ રજૂ કરાયું, જે ગ્રાહકોને તેમનાં સપનાંનાં ઘરની નિકટ લઈ જાય છે
એશિયન પેઈન્ટ્સ દ્વારા અનોખું કિફાયતી પેઈન્ટ રજૂ કરાયું, જે ગ્રાહકોને તેમનાં સપનાંનાં ઘરની નિકટ લઈ જાય છે

એશિયન પેઈન્ટ્સ દ્વારા અનોખું કિફાયતી પેઈન્ટ રજૂ કરાયું, જે ગ્રાહકોને તેમનાં સપનાંનાં ઘરની નિકટ લઈ જાય છે

ટ્રેક્ટર સ્પાર્ક માટે નવી 360* ઈન્ટીગ્રેટેડ કેમ્પેઈન તમારું સપનાનું ઘર નિર્માણ કરવાનું મોંધું નથી એવું આલેખિત કરે છે

અમદાવાદ, ૧૭

નાનાં શહેરોમાં પરિવારો માટે ઘર પ્રતિષ્ઠાનું ચિહન હોય છે અને સામાજિક દરજ્જો અને આદરની વાત આવે ત્યારે તેમના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે બજેટ ગુણવત્તામાં બાંધછોડ વિના તેમનાં ઘરોનું સુશોભિકરણ કરવાની વાત આવે ત્યારે ઉત્તમ મૂલ્ય ચાહતા ગ્રાહકો માટે મોટો અવરોધ પેદા કરે છે. આને ધ્યાનમાં રાખીને એશિયન પેઈન્ટ્સ અજોડ અને ખિસ્સાને પરવડનારું પેઈન્ટ લઈને આવી છે, જે કિફાયતી કિંમતે સમૃદ્ધ દેખાતું ફિનિશ આપે છે- ઈન્ટીરિયર દીવાલો માટે ટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝન. ગ્રાહકો તેમનાં ઘરોનું સુશોભિકરણ કરવા માગતા હોય તેઓ તેમનું બજેટ નહીં હોવાથી ડિસ્ટેમ્પર અથવા લોકલ ઈમલ્ઝન સાથે પેઈન્ટ સાથે સંતોષ માણે છે. જોકે આ પેઈન્ટ્સની કિંમત ઓછી હોય છે, પરંતુ તે ટકાઉ હોતા નથી, જેને લીધે માલિકને નિયમિત રીતે ફરી ફરી ઘર પેઈન્ટ કરવા પડે છે, જે ઝંઝટમય હોવા સાથે ગ્રાહકો માટે વધુ મોંઘું પણ બને છે. એશિયન પેઈન્ટ્સનું અજોડ ટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝન આવી જ ચિંતાઓનું સમાધાન છે, કારણ કે તે ગ્રાહકોને સુંદર દેખાતી સ્મૂધ વોલ્સ તેમ જ કિફાયતી કિંમતે ટકાઉપણું પણ આપે છે. નવું ટ્રેક્ટર સ્પાર્ક બજેટમાં પેઈન્ટ કરાવવા માગતા ગ્રાહકોને હંમેશાં ટકાઉપણું અને ડેકોર આપતા ઈમલ્ઝનને પહોંચ આપવા માગે છે. ગ્રાહકોને ડિસ્ટેમ્પર પરથી ટ્રેક્ટર સ્પાર્કમાં અપગ્રેડ કરવા માટે વધુ ગતિ આપવા એશિયન પેઈન્ટ્સ બજેટ વાલા પેઈન્ટની થીમ પર નવી કેમ્પેઈન લાવી છે.

પ્રોડક્ટ અને કેમ્પેઈન વિશે બોલતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના એમડી અને સીઈઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે એશિયન પેઈન્ટ્સ ગ્રાહકલક્ષી બ્રાન્ડ હોઈ સર્વ વર્ગના ગ્રાહકોને તેમના સપનાનું ઘર સુંદર દેખાય તે માટે નવીન અને તૈયાર પ્રોડક્ટ આપે છે. અમારી બ્રાન્ડ ટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝન વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ માગતા મૂલ્ય ચાહતા ગ્રાહકો માટે કિફાયતી ઈમલ્ઝન તરીકે તૈયાર કરાયું છે. આ ઈમલ્ઝન કિંમતનું અંતર ઓછું કરવા સાથે ગ્રાહકોને ડિસ્ટેમ્પરમાંથી ઈમલ્ઝન અપનાવવા માટે શક્ય બનાવે છે. પ્રોડક્ટ માટે અમારી નવી ટીટી કમર્શિયલની થીમ બજેટ વાલા પેઈન્ટ છે, જે કિફાયતી ઈમલ્ઝન તરીકે ટ્રેક્ટર સ્પાર્કને હાઈલાઈટ કરતું પરિમાણ હોઈ ગ્રાહકોનાં ઘરોને સ્મૂધ ફિનિશ આપે છે અને અન્ય નિયોજિત પાસાંઓ પર બાંધછોડ કર્યા વિના ડેકોરને પહોંચ આપે છે. ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા સંકલ્પના ટ્રેક્ટર સ્પાર્ક માટેની ટીવીસી બોસ (શ્રી વર્મા) અને તેના જુનિયર (શ્રી શર્મા) વચ્ચેની મોજીલી વાર્તા પ્રદર્શિત કરે છે, જ્યાં બોસ અને તેની પત્ની સેરિમની માટે જુનિયરના ઘરે જાય છે. જુનિયરને નવું પેઈન્ટેડ ઘર કઈ રીતે પરવડ્યું અને તેના પુત્ર માટે નવો ફોન, પત્ની માટે સાડી અને મહેમાનોને રિફ્રેશમેન્ટ્સ આપવા નવી ક્રોકરી કઈ રીતે પરવડી હશે એ જોઈને આશ્ચર્ય પામે છે અને ઈર્ષા કરે છે. આ વિશે પૂછપરછ કરતાં તેમને ખબર પડે છે કે એશિયન પેઈટ્સના બજેટ વાલા ટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝન જુનિયરે પસંદ કરતાં આ શક્ય બન્યું છે.