Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadતરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ: આરોગ્યમંત્રીએ કહ્યું- 'બાળકો માટેની રસી...

તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ: આરોગ્યમંત્રીએ કહ્યું- ‘બાળકો માટેની રસી સુરક્ષિત, કોઈ સાઈડ ઈફેક્ટ નહીં’

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ: આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે  70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95% નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. ટીનેજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ અશસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે ૩૫ લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં 15થી 18 વયના અંદાજે 2.32 લાખ જેટલા તરુણોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવાશે. વેકસીન માટે કોવિન સોફ્ટવેરના માધ્યમથી તરુણો રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન અગાઉ ના કરાવ્યું હોય અને વેકસીન લેવા ઈચ્છુક તરુણોનું ઓનસ્પોટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અહીં સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ કરીને બાળકોની રસીકરણ શરૂ કરાવ્યું હતું ત્યારબાદ તેમણે વધુમાં વધુ સગીરો વૅક્સિનેશન કરાવે તે માટે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 15 થી 18 વયજૂથના કોઈ પણ બાળકો વૅક્સિન કરાવી શકે છે. બાળકો માટેની વૅક્સિન સુરક્ષિત છે. જેની કોઈ આડઅસર નથી.આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15થી 18 વયજૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. રાજ્યમાં અંદાજે 6306થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે. ટીનેજર્સ ને કોરોના રસીકરણના પ્રારંભ પ્રસંગે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષી, એડિશનલ ડોક્ટર રજનીશ પટેલ સહિતના તબીબો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here