‘કોળી સમાજને અન્યાય સાંખી નહીં લેવાય, નહીં તો વિચારવું પડશે’: દેવજી ફતેપરા

0
28
પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, અમારી મીટીંગનો હેતું માત્ર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અન્ય સમાજનો આગેવાન એક નિવેદન કરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ચા પીવા દોડી જાય અને કોંગ્રેસના નેતાઓ પણ ચા પીવા જાય છે.
પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, અમારી મીટીંગનો હેતું માત્ર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અન્ય સમાજનો આગેવાન એક નિવેદન કરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ચા પીવા દોડી જાય અને કોંગ્રેસના નેતાઓ પણ ચા પીવા જાય છે.

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા દરેક સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે અને પોતાના સમાજનું મહત્ત્વ સમજાવી રહ્યો છે. ત્યારે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાનું નિવેદન હાલ ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજની અવગણના ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમયમાં રણનીતિ અમારો સમાજ નક્કી કરશે. આ નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે. 

પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, અમારી મીટીંગનો હેતું માત્ર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અન્ય સમાજનો આગેવાન એક નિવેદન કરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ચા પીવા દોડી જાય અને કોંગ્રેસના નેતાઓ પણ ચા પીવા જાય છે. સૌરાષ્ટ્રમાં તળપદા અને જુવારીયા કોળી સમાજની વસતી અને ભારતીય જનતા પાર્ટીના અમે વરાયેલા છીએ. રાષ્ટ્રને પણ અમે વરાયેલા છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી જો આ સમાજની અવગણના કરશે તો અમે અત્યારે સુધી શાંતિથી બેઠા હતા, પરંતુ હવે નહીં બેસીએ.તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતીય જનતા પાર્ટીનો અહેસાન માનીએ છીએ. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનો પણ અહેસાસ માનીએ છીએ કે, તેમણે અમને લોકસભામાં પ્રતિનિધિત્વ આપ્યું છે. અમારા સમાજના 4 સભ્યો લોકસભામાં MP છે. અમારા સમાજને મુખ્યમંત્રી પદ આપવું જોઇએ તેવડો અમારો સમાજ છે. પણ આવતા દિવસોમાં અમારો સમાજ નક્કી કરશે કે, અમારે કઇ રણનીતી બનાવવી. તેમણે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ અને તેની સાથે જ રહેવાના છીએ. પરંતુ જો અમારી અવગણના થતી હોય અને અમને સમાજ એવું કહે કે એક વખતે સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટી હોય કે, કોંગ્રેસ.તે ટિકિટ આપવા સામે આવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમારા સમાજના સ્વ. કરમશીભાઈ મકવાણાને ટિકિટ દેવા નેતાઓ સામેથી આવતા હતા. કોઈ પક્ષ વગર આઠ વખત ધારાસભ્ય ચૂંટાયેલા લીલાધર વાઘેલા અમારા સમાજના નામે ચૂંટાયા હતા. આ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. પરંતુ હવે ધીરે-ધીરે આ સમાજની અવગણના થઈ રહી છે, એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય. અત્યારે અમને એવું દેખાઈ રહ્યું છે કે કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે. એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની તમે અવગણના કઈ રીતે કરી શકો.