મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ભયાનક ચાર લોકોના મોત થયા છે, જ્યારે આ ગંભીર અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માત વૈજાપુર તાલુકાના લાસુર રોડ પર શિવરાઈ ફાટા પાસે થયો હતો. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 3 વાગે બે આઈશર ટ્રકો સામસામે અથડાયા હતા.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રકમાં સવાર કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઔરંગાબાદથીનાશિક જઈ રહ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની સારવાર ઔરંગાબાદમાં જ્યારે બાકીના લોકોની નાસિકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ પામનારાઓમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જે બે ટ્રકો અથડાયા તેમાંથી એક ટ્રકમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો આ ટ્રકમાં સવાર હતા. ત્યારે હાલ ચાર લોકોના મોત થતાં લગ્ન સમારોહમાં માતમનો માહોલ સર્જાયો છે.
પૂરપાટ ઝડપે આવતી ટ્રકને કારણે થયો અકસ્માત
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અકસ્માત સમયે ટ્રકની સ્પીડ વધુ હોવાને કારણે અચાનક ચાલકનું સંતુલન બગડી ગયું હતું. જેના કારણે બંને ટ્રક એકબીજા સાથે અથડાયા જેને કારણે આ અકસ્માત થયો હતો. લગ્ન સમારોહમાં હાજરી આપવા જતા લોકો આ ટ્રકમાં સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત થયા છે,જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોની હાલ ઔરંગાબાદ અને નાસિકની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી
લાસુર રોડ નજીક શિવરાઈ વિસ્તાર નજીક થયેલા આ અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી નજીકના વૈજાપુર પોલીસ સ્ટેશનને માહિતી મળી. ત્યારબાદ સ્થાનિક નાગરિકો અને પોલીસની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થતાં આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.