પશ્ચિમ કેમરૂનના બમેંદા શહેર સ્થિત એક સ્કૂલના હેડમાસ્ટર સહિત 80 બાળકોનું સોમવારે સવારે અપહરણ કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ પણ અલગાવવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી.
અલગાવવાદીઓએ શહેરમાં લગાવ્યો કરફ્યૂ
– સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રેસિડન્ટ પૉલ બિયાની ફ્રેન્ચ બોલતી સરકારના વિરોધમાં અલગાવવાદીઓએ કરફ્યૂ લગાવીને રાખ્યો છે.
– તેઓએ પોતાના પ્રદર્શન દરમિયાન સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપી હતી, પરંતુ સોમવારે આ સ્કૂલ ખુલ્લી રહી.
– સેનાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જંગલની તરફ લઇ ગયા હતા. વળી, સરકારના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. જો કે, તેમાં હાલ કોઇ સફળતા નથી મળી.
– કેમરૂનમાં અલગાવવાદીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનો પર સરકારે કડક વલણ દાખવ્યું હતું, ત્યારબાદ 2017થી હિંસક આંદોલન થવા લાગ્યા હતા. એવામાં કેટલાંક લોકો બમેંદા સહિત અન્ય વિસ્તારોને છોડીને ફ્રાન્સના શાંતિપૂર્ણ વિસ્તારમાં જતા રહ્યા હતા.