Saturday, March 7, 2026
HomeGujaratભાજપને મોટો ઝટકો, કોંગ્રેસને મળી મહુવા નગરપાલિકાની સત્તા

ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસને મળી મહુવા નગરપાલિકાની સત્તા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સોમવારના રોજ ભાજપે પાલિકાની સત્તા ગુમાવી છે

ભાવનગર:
ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષને કારણે પાર્ટીએ અહીં સત્તા ગુમાવવી પડી છે. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામીણ અને મહુવામાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોવા છતા મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે.મહુવા પાલિકાની 36 સીટોમાંથી ભાજપે 23 સીટો જીતી હતી, પરંતુ ભાજપના સાત નેતાઓએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો, જેના કારણે કોંગ્રેસની બેઠકોની સંખ્યા 20 થઈ ગઈ હતી. અહીં નોંધનીય વાત એ છે કે મહુવા ભાવનગર જિલ્લામાં આવે છે અને ભાજપના રાજ્ય અધ્યક્ષ જીતુ વાઘાણી અહીંથી જ આવે છે.આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલિતાણાના છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં થયેલો વધારો અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સારા પ્રદર્શનને કારણે પાર્ટીમાં લોકસભાની ચૂંટણી માટેનો વિશ્વાસ વધી ગયો છે.મહુવાના મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થવાને કારણે પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના કાઉન્સિલર બીપિન સંઘવી અને અન્ય છ સભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યુ હતું. કોંગ્રેસે મંગુબેન બારૈયાને પ્રમુખ અને શૈલેષ સેંતાને ઉપ-પ્રમુખ જાહેર કર્યા હતા.પાછલા બે દશકથી સૌરાષ્ટ્રમાં ભાજપની સત્તા છે. પાછલા ઘણાં વર્ષોથી તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જ સત્તા હતી. કોંગ્રેસના ભાવનગર જિલ્લાના અધ્યક્ષ પ્રવિણ વાળા જણાવે છે કે, ભાજપના સાત સભ્યોએ અમને સાથ આપ્યો અને 20 બેઠક સાથે બહુમત મેળવ્યો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here