Monday, October 5, 2026
HomeGujaratગાંધીજયંતિ પછીનું એક સપનું

ગાંધીજયંતિ પછીનું એક સપનું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વાતચીત માટે પ્રયત્ન તો બીજી ઓક્ટોબરે જ કરેલો, પણ એ દિવસે ગાંધીજીને આખો દિવસ એટલી હેડકી આવતી હોય કે વાત કરવાનું તો બાજુ પર રહ્યું, તે શ્વાસ પણ માંડ લઈ શકે બિચારાં, બા ને મહાદેવભાઈ દેસાઈ કહી કહીને થાક્યાં કે હવે તમે ભારત જોડે આટલું સીધું જોડાણ ન રાખો કે ત્યાં તમને ગમે તેવા લોકો યાદ કરે, તો પણ તમને હેડકી શરૂ થઈ જાય. સરદાર પટેલ તેમના અંદાજમાં સમજાવે કે હવે તો પેલા અમેરિકન અલેલટપ્પુએ તેના ભારતના સમોવડિયાને (પછી અટકીને ઉમેરે પણ ખરા, હોદ્દાની રીતે) ‘ફાધર ઓફ ધ નેશન’ જાહેર કરી દીધા છે. હવે તમે આરામ કરો.

પણ ગાંધીજી માને? તેમને એમ કે હરિલાલ તેમનું સૌથી દુઃખદ પ્રકરણ હશે ને પોતાના જીવનની સાથે તેનો અંત આવશે. પણ પછી તેમને સમજાવા લાગ્યું કે ગોડસેએ મારેલી ત્રણ ગોળી તો તેમની હત્યાની લાંબી સિરીયલનો પહેલો હપ્તો હતી. કાકાસાહેબ કાલેલકર વ્યથિત થઈને બોલ્યા, ‘આના કરતાં તો પેલો ગોળીવાળો હત્યારો સારો…’ એટલે સરદારે તેમને અધવચ્ચેથી રોક્યા અને કહ્યું, ‘તમારા કહેવાનો અર્થ હું સમજું છું, બાપુ સમજે છે, પણ ગોડસેવાળા તમારી વાતનો પ્રમાણપત્ર તરીકે પ્રચાર કરવા માંડશે અને કહેશે, જોયું? ફક્ત અમે જ નહીં, ગાંધીજીના અનુયાયીઓ પણ કબૂલે છે કે ગોડસે સારો હતો.’

પંડિત નહેરુ ચૂપચાપ બેઠા હતા. થોડી વારે મૌન તોડીને કહે, ‘સરદાર, આ લોકો બાપુનું શું કરશે? મને બહુ ચિંતા થાય છે.’ સરદાર કહે, ‘આમ તો ઈંદુએ અને કોંગ્રેસે ઝાઝું કંઈ બાકી રહેવા દીધું નથી. છતાં ખરું કહું તો ચિંતા મને પણ થાય છે. એમાંય જ્યારથી મારા નામે પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવી દીધું, ત્યારથી તો ખાસ.’

ખોંખારો ખાઈને ગોળવેલકરે કહ્યું, ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં, યુનિટી. તમારા માટે. ખાસ.’

સરદાર કહે, ‘આવડું મોટું તોસ્તાન ઊભું કરી દીધું ને નામ પાડવામાં પરદેશની નકલ? આ કઈ જાતનો રાષ્ટ્રવાદ?’

સાવરકરે ગહન સ્મિત કરીને કહ્યું, ‘આ જ તો અમારી વિશેષ વ્યૂહરચના છે. તમે જોજો, ધીમે ધીમે લોકોના મનમાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નીકળવા માંડશે ને તેને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દૃઢ થતું જશે. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે જ્યારે લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વાત કરવી હશે ત્યારે ભૂલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બોલી જશે. એ દિવસ ભારતીય સંસ્કૃતિ માટે ધન્ય દિવસ હશે.’

સરદાર કહે, ‘આમાં સંસ્કૃતિ ક્યાં આવી? અને પ્રવાસીઓની સંખ્યાથી જ વટ પાડવો હોય તો ડિઝનીલેન્ડ ખોલવું હતું ને? આના કરતાં પણ વધારે પ્રવાસીઓ આવત… નકામો મને આવા બધી પૂતળાબાજીમાં શું કામ ઘસડ્યો?’

નહેરુ એકરારના સ્વરમાં બોલ્યા, ‘ભૂલ તો આપણાથી પણ થઈ. આપણે બાપુને ચલણી નોટ પર મૂકવાની જરૂર ન હતી. ભ્રષ્ટ લોકોએ બાપુની બે આંખની શરમ ભર્યા વિના ભ્રષ્ટાચાર આચર્યો ને હજુ આચરી રહ્યા છે. કોણ જાણે, બાપુની આ કઠણાઈનો ક્યારે અંત આવશે?’

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here