મંગળવારના રોજ ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ વેધર વૉચ ગ્રુપ(SWWG)ની મીટિંગમાં અનુમાન લગાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્યમાં 10મી જૂનથી વરસાદની એન્ટ્રી થશેIMD ગુજરાતના ડિરેક્ટર જયંત સરકારે SWWGને વહેલું ચોમાસું આવે તેની સંભાવના વિષે જાણ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસું શરુ થાય છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જયંત સરકારે કહ્યું કે, અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 3-4 દિવસ સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં શરુઆતમાં સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે.SWWGનું નેતૃત્વ કરતા સતિષ પટેલે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન થતી ઘટનાઓને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કાર્યોની દરેક જરુરી તૈયારી રાજ્ય દ્વારા કરવામાં આવી છે. અમે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સતત સંપર્કમાં છીએ. કંટ્રોલ રુમ પણ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં એવરેજના 112.18 ટકા વરસાદ પડ્યો હતો