અમદાવાદ: ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. ગુજરાતમાં તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ થવા માંડી છે; એના ભાગરૂપે પહેલા ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા હતા. ત્યાર બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફફલાઈન શિક્ષણ શરૂ કરાયું અને હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ સ્કૂલો શરૂ થશે એ નક્કી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાતગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે. રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.