ગત ફેબ્રુઆરી મહિનામાં સરકારને થયેલ GST કરની આવકના આંકડા જાહેર કરાયા છે જેમાં કુલ 1,13,143 કરોડ રુપિયાની આવક નોંધાઈ છે. આ ટેક્સની આવકમાં સીજીએસટી 21,092 કરોડ, એસજીએસટી 27,273 કરોડ અને આઈજીએસટી 55,253 કરોડ આવક થઈ છે.આ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલી જીએસટી આવકમાં ગત વર્ષના ફેબ્રુઆરી મહિના કરતાં 7 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વર્ષે વસ્તુઓના આયાતથી થયેલી કરની આવાક 15 ટકા વધારે રહી છે. સાથે જ ઘરેલુ લેવડ-દેવડથી મળેલ આવક 5 ટકા વધુ રહી છે. મહત્વની વાત એ પણ છે કે, જીએસટીની આવક સતત પાંચમાં વખત 1 લાખ કરોડને પાર રહી છે. કોરોના મહામારી હોવા છતાં ફેબ્રુઆરી મહિનામાં થયેલ આવકને ગણતાં સતત ત્રણ મહિનાતી 1.1 લાખ કરોડને પાર રહી છે.